ખીજડો (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ ખીજડો (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ ક્રુષ્ણપ્રણામી મંદિર, સ્વામી ગુરૂકુળ સામે, જુનાગઢ.

જુનાગઢ શહેરમાં સરદાર ચોક થી સ્વામી ગુરૂકુળ વિધા મંદિર ની સામે આવેલ કુષ્ણપ્રણામી મંદિર માં પ્રવેશતા ડાબા હાથ પર ખીજડાનું પુરાણું વ્રુક્ષ આવેલ છે. આ વ્રુક્ષ ના નામ પર થી ખીજડા મંદિર તરીકે ઓળખાય છે. સદી પહેલા બનેલ આ મંદિરનાં પ્રવેશદ્વાર પાસે ખીજડા મામા તરીકે ઓળખાતા આ પવિત્ર વ્રુક્ષ ને લોકો દર્શન કરીને પુજા કરે છે.

થડનો ઘેરાવોઃ ૯ ફુટ, ૩ ઇંચ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Prosopis cineraria L.
Family :- Mimosaceae
Gujarati Name :- ખીજડો
Hindi Name :- ખીજડો / શમી
English Name :- Lebbeck

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

ખીજડા નું ઝાડ મધ્યમ કદ નું અને કાંટા વાળુ હોય છે.

તેનો વિકાસ ધીમો થાય છે પરંતુ લાકડું મજબુત હોય છે, રણ વિસ્તાર માં માણસ અને જાનવરો માટે આ વ્રુક્ષ એક માત્ર સહારો હોય છે, આ વ્રુક્ષની નીચે અનાજ ની પેદાશ વધુ થાય છે, દશેરાના દિવસે આ વ્રુક્ષ નું પૂજન થાય છે. વલ્લભાચાર્ય ની બેઠક આ વ્રુક્ષ ની આગળ હોય છે.

યજ્ઞમાં આ ઝાડ નું લાકડું સમિધ તરીકે વપરાય છે. રકતપીત અને અત્સિર ને દુર કરનાર છે અને બર્સમ માં વપરાય છે.

Lebbeck (ખીજડો / શમી)

An armed tree, 5-10 mt tall, with rough, yellowish or grayish-brown bark. Leaves bipinnate, 3-3.5 cm long; leaflets 0.6-1.2 x 0.3-0.5 cm, oblong, appressed hairy. Flowers yellow, in 4-9 cm long, slender, axillary, simple or branched spikes. Pods 5-15 cm long, pendent, sublorulose, glabrous. Seeds ovoid-oblong, subcompressed shining, wrinkled.
Throughout in plains, quite frequent in scrub forests.
FLS & FRS : Oct. June

(“મકર” અને “કુંભ” રાશીવાળી વ્યકિતઓને આ વ્રુક્ષનું જતન કરવાથી શુભ ફળ મળે તેવી ધાર્મિક્તા છે.)