ઉંમરો / પીપળો (અદ્દભુત બેડલુ વ્રુક્ષ)

લોકેશનઃ શિવ મંદિર, જોષીપરા, જુનાગઢ.

વ્રુક્ષનું નામઃ ઉંમરો / પીપળો (અદ્દભુત બેડલુ વ્રુક્ષ).

શ્રી નંદલાલભાઈ પોશીયા તથા મંદિરના પૂજારીશ્રીની મુલાકાત લેતા મંદિરના પૂજારી શ્રી કેશવગીરીબાપુ ગૌસ્વમીના જણાવ્યા મુજબ આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવતઃ ૧૯૬૧ માં થયેલ છે તે પહેલા દેરી હતી. મંદિરમાં તેમના વડવાઓ ની છ પેઢીની સમાધિઓ આવેલી છે. આ ઉંમરા અને પીપળાનું ઝાડ જુનાં મંદિરની દેરી વખતનું છે એટલે કે જુની તખ્તીમાં કોતરાવેલ વિક્રમ સંવત ૧૯૬૧ પહેલાનું છે તે મુજબ આ ઝાડ પૂરાતન હોય તેવું દેખાય છે.

થડનો ઘેરાવોઃ ૨૬ ફુટ.

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Ficus religiosa L.
Family :- Moraceae
Gujarati Name :- ઉંમરો
Hindi Name :-
English Name :- Cluster fig

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

ઉંમરડા નું ઝાડ બધેજ જાણીતુ છે. તેના ઉપર અંજીર જેવા ફળ આવે છે. ફળ પાકે ત્યારે ગુલાબી આકર્ષક રંગના થાય છે. તે ખાવામાં મીઠા સ્વાદિષ્ટ લાગે છે. કોઈ કોઈ તેના કાચા ફળ નું શાક પણ કરે છે. તેની છાયા શીતળ છે. ઉંમરડાના ઝાડની જમણી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણી નાં ઝરણા મળે છે. લોકો ઉંમરા ના ઝાડ પાસે કૂવો ખોદી પાણી મેળવે છે. વાયુ થી જકડાઈ ગયેલા અંગ પર ઉંમરડા નું દુધ ચોપડી રૂ ચોટાડવાથી તે મટે છે. બળતરા થતી હોઇ તો દૂધ ને સાકર માં મેળવી ને આપવું. વડ, પીપળો, ઉંમરડો આ ત્રણ ની છાલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી પાણીમાં મલમ બનાવી ગડ ગુમડ પર લગાડવાથી મટે છે. ઉંમરડાના પાનની લુગદી ગમે તેવા ઘા પર બાંધવાથી તે જલ્દી રૂઝાય છે.