પીપળ (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ પીપળ (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ પોલ્યુશન બોર્ડ ની ઓફીસ, ગાંધી ચોક પાસે, ચર્ચ ની સામે, જુનાગઢ.

ગુજરાત પોલ્યુશન બોર્ડ ની ઓફીસનાં પશ્રિમ વિગાભમાં વીશાળ અને આશરે ૬૦ ફુટ ની ઉંચાઇ ધરાવતુ પીપળનું વ્રુક્ષ આવેલ છે. શ્રી ભટ્ટ સાહેબ ના મત મુજબ સદીઓ પુરાણું આ વ્રુક્ષ છે.

થડનો ઘેરાવોઃ ૧૨ ફુટ, ૭ ઇંચ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Ficus tsiela ( Roxb )
Family :- Moraceae
Gujarati Name :- પીપળ
Hindi Name :-
English Name :- Pipar

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

મોટા વ્રુક્ષ તરીકે જોવા મળે છે. તેની ઉપર ક્યારેક નાના મૂળ પણ જોવા મળે છે. તેના પર્ણ સાદા તથા લાંબા પર્ણદંડ ધરાવતા જોવા મળે છે.

આ વ્રુક્ષ નું લાકડુ ફર્નિચર, મકાન બાંધકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નાના લાકડા નો પોલ તરીકે ઉપયોગ થાય છે. પશુ / પક્ષીઓના ખોરાક માટે પણ ઉપયોગી થાય છે. લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. તેની છાલનો ઉપયોગ ઝાડા (અતિસાર) અસ્થમા (દમ) થાય છે. દાગ થયેલ ભાગ ઉપર લગાડી શકાય છે. તેના ફળ નો ઉપયોગ એનિમિયામાં શક્તિવર્ધક થાય છે.