આંબલી (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ આંબલી (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ શીતળાકુંડ મંદિર, લીબર્ટી ટોકીઝ પાછળ, જુનાગઢ.

શીતળાકુંડ અને નિલકંઠ મહદેવના મંદિર પાસે આંબલીનું વ્રુક્ષ આવેલ છે. આ વ્રુક્ષ વિશે ત્યાં નાં પૂજારી તથા માતાજીના ઉપાસક માં ધનીબેન લીલાધરભાઇ વાઘેલા ઉ. વ. ૭૫, જે વર્ષોથી માતાજી ની પૂજા કરે છે. તેમની સાથે વાત ચીત કરતા તેઓ શ્રી એ જણાવેલ કે બ્રહ્મલીન શિવગિરિ બાપુ અને જગમ બાપુ પાસે થી સાંભળેલ વાત મુજબ વર્ષો પહેલા અહી જંગલ હતું અને રાંમાંડલીક ના વખતમાં પણ આ મંદિર તથા આંબલી નું ઝાડ હતું તેમજ તેમની પાસે રહેલા તા. ૨૬/૮/૧૯૮૬ ના “જયહિન્દ દૈનિક” માં આ બાબત ની નોંધ છે.

થડનો ઘેરાવોઃ ૧૦ ફુટ, ૧૦ ઇંચ.

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Tamarindus indica L.
Family :- Caesalpiniaceae
Gujarati Name :- આંબલી
Hindi Name :-ઇમલી
English Name :- Ambli / Tamarind / Indian Gooseberry

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આંબલી નાં ઝાડ આપણા દેશ માં બધે જ જોવા મળે છે. આંબલી નાં ફળ ખાટા, સ્વાદીષ્ટ, રૂચિકર હોય છે. આંબલી મહા, ફાગણ મહિના માં પાકી ને તૈયાર થાય છે.

તેના ઉપર નું કડક છોડું તથા અંદર ના બી ના કચુકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે. આંબલી રૂચિકર-પિઃભ્શામક તથા વિરેચક છે. દાળ-શાક માં તે મેળવી વાનગી ને સ્વાદીષ્ટ બનાવાય છે. ઉનાળા માં પીઃભ્શ્મન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવા વાળી હોવાથી રસોઇમાં વપરાય છે. વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણ સાથે આંબલી નું પાણી મેળવી ને આપવાથી મટે છે. વીંછીંના ડંખ પર કચુકા ઘસીને લગાડવાથી તે ચોટી જશે અને ઝેર શોષી છુટો પડે છે.

Ambli (આંબલી)

A Large, evergreen tree, 10-15mt tall; bark dark-grey or light-bllack,, rough, longiitudiinalllly fiissured. leaves 4-10 cm long; leafllets 6-12 paiirs, 1-1.6 x 0.3- 0.4 cm, linear-oblong, subcoriiaceous, glabrous. Fllowers yellow, with purplle streaks, in 2-4 cm long, lax recemes. Pods 7-10- x 2-2.5 cm, subtorullose, somewhat fallcate, linear- obllong, with rough, fibrous grey epiicarp. Seeds dark-chocollate-brown, polliished, smooth, glabrous, rhomboiidall truncate at base. Throughout, planted or self sown,, rarelly willd in dense forest; probablly a natiive of tropicall .
(AMLI, AMBLIJO, ZAD)
FLS: Mar-Jully
FRS:Apr-Nov.