રાયણ (પ્રાચીન વ્રુક્ષ)

લોકેશનઃ દરવેશ્વર નું મંદિર, અશોકના શીલાલેખ પાસે, ભવનાથ, જુનાગઢ.

વુક્ષનું નામઃ રાયણ (પ્રાચીન વ્રુક્ષ)

દરવેશ્વર મહાદેવનાં મંદિર ની પૂર્વ બાજુ પર ાવેલ રોડના કાંઠા પર રાયણ નું વ્રુક્ષ આવેલ છે, રોડ પરથીજ આ વ્રુક્ષ ને જોતા તેમની વિશાળતાનો ખ્યાલ આવે છે, આ મંદિરના મહંત શ્રી કમલેશભાઇ શાસ્ત્રીજી છે. શ્રી પરષોત્તમ ભગતે આપેલ માહિતી મુજબ સ્વામીનારાયણ ધર્મ નાં “હરિલાલ મ્રુત” ને “પ્રભુશાસ્ત્રી લિખિત ગ્રંથ” માં આ વ્રુક્ષ નો ઉલ્લેખ છે, નિવ્રુત્ત ક્રુષિ વૈજ્ઞાનિક શ્રી રસીકભાઇ ભટ્ટ ના જણાવ્યા મુજબ રાયણના વ્રુક્ષ ની વ્રુધ્ધી ખુબજ ધીમી ગતિએ થાય છે. એક વર્ષમાં માંડ આ વ્રુક્ષ નું ડાયામીટીર અડધા થી પોણો ઇંચ જેટલું વધે છે. આ વ્રુક્ષનું ડાયામીટીર જોતા તેના થડના વ્યાસ મુજબ સદીઓ પુરાંણું હોય તેવું પહેલી નજર માં જ ખ્યાલ આવી જાય છે.

થડનો ઘેરાવોઃ ૧૮ ફૂટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Manilkara hexandra (Roxb.)
Family :- Sapotaceae
Gujarati Name :- રાયણ
Hindi Name :- ખિરની
English Name :- Rayan

વર્ણન / ઔષધિઓ ઉપયોગોઃ

રાયણના ફળો ખાવા ના ઉપયોગ માં આવે છે. તે રાણકોડી તરીકે ઓળખાય છે. રાયણનું લાકડું ઉપયોગી છે જે કદી કોહવાતું નથી, તેથી મકાન બાંધકામ માં ખેતી ના ઓજારોમાં તેમજ રાચરચીલું બનાવવામાં કામ આવે છે. ખાસ રેલ્વેના સ્લીપર બનાવવામાં ઉપયોગી છે.

રાયણ બીજ માંથી થતો રોપ ચીકુ ના વર્ધન માં મુળ કામ તરીકે વપરાય છે. રાયણ નો ઠળીયો ઘસીને વિંછીં નાં ડંખ ઉપર ચોપડવાથી ઝેર ઉતરી જાય છે દાઢ દુ:ખતી હોય તો રાયણ નું દૂધ ભરવાથી મટી જાય છે. મુખ ઉપર જે કાળા ડાઘ પડે છે તે રાયણ ના પાન ને દૂધ માં વાટી ચોપડવાથી મટે છે. ખાધ તેલ તરીકે પણ ઉપયોગ થાય છે.

Rayan (રાયણ)

10-15 mt tall trees; bark grayish-black or blackish–brown, rough, deeply longitudinally furrowed. Leaves 2.5-11 x 1-6 cm, coriaceous, elliptic-oblong or obovate-oblong. Flowers creamy-white, axillary, in fascicles of 2-6. Berries 1-1.7 cm long, ovoid or ellipsoid 1(2)- seeded, smooth, with plenty of latex. Seeds 1-1.2 cm long, ovoid, smooth, shining black.
Wild or self sown near villages, throughout in plains (RAYANA)
FLS: Sep-Oct.
FRS: Nov-Apr.

ભગવાન સ્વમીનારાયણ કાઠી દરબારો તથા શ્રી જીણાભાઇ દરબાર સાથે માણકી ઘોડી પર બેસીને ગિરનાર તરફ જતા હતા ત્યારે રસ્તામાં આવેલ રાયણ ના ઝાડની ડાળી પકડીને ઉભા રહી જતા અન્ય લોકોએ જણાવ્યુ કે મહારાજ “અહી રોકાવા જેવું નથી જેરૂમલ નામનો લુટારો અહી માણસોને લુટી અને મારી નાખે છે” આવુ સાંભળતાં મહારાજ માણકી પરથી નીચે ઉતરી રાયણના ઝાડની બાજુમાં રહેલી ગુફામાં ગયા જયાં આ લુટારો રહેતો હતો તેણે મહારાજ નું દિવ્ય સ્વરૂપ જોઇ તેનો ઉપદેશ સાંભળતા તે નિર્મળ બની ગયો મહારાજે તેને સમાધિસ્થ બનાવી યમપુરી બતાવી જમદંડ વિષે બતાવ્યું પછી તેને જગાડ્યો, લુટારા ને તેની ભુલ સમજાણી અને જીવન ભર મહારાજનો આશ્રીત બન્યો, આ ભયંકર લુટારાને નવાબ સરકર પણ પકડી શકી ન હતી પરંતુ મહારાજે તેને માણસ બનાવ્યો અને ઉધ્ધાર કર્યો. આ પ્રસંગ નો ઉલ્લેખ હરિચરિત્રામ્રુત સાગર તાથા દલપતરામ ના હરિલીલામ્રુત વિગેરે માં ઉલ્લેખ છે.