લીમડો (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ લીમડો (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ કલેકટર ઓફીસ સામે, લીમડા ચોક, જુનાગઢ.

વ્રુક્ષનું નામઃ લીમડો (પ્રાચીન વ્રુક્ષ)

જુનાગઢ શહેરમાં કલેકટર કચેરી અને ટ્રેઝરી ઓફીસ (મામલતદાર ઓફીસ) ની વચ્ચે રોડ ની સાઇડ માં ભવ્ય લીમડો આવેલ છે, આ લીમડા ને લાંઘણ લીમડા તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લાની વહીવટી કચેરી સામે અસંતોષ દર્શાવવા થતા ઉપવાસ આંદોલનો આ લીમડા નીચે બેસી ને થતા હોવાથી તેને “લાંઘણ લીમડો” કહેવામાં આવે છે.

થડનો ઘેરાવોઃ ૧૩.૮ ફુટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Azadirachta indica A.
Family :- Meliaceae
Gujarati Name :- લીમડો
Hindi Name :- નીમ
English Name :- Margosa tree

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

ઘણું જ મોટું થતું ઝાડ છે. કાત્રીદાર પાન હોય છે. તેના પર સફેદ ઝીણાં ફુલ આવે છે. લીમડા ના સેવનથી ઘણા રોગો મટે છે. ખાસ કરીને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં લીમડાના પાન સાથે મરી તથા સિંધવ પ્રમાણસર મેળવી તે રસ પીવામાં આવે તો ઉનાળા માં થતા ગરમી ના રોગો તથા અળાઇ થતી નથી.

આ રસ ૧૫ દિવસ સુધી રોજ પીવા માં આવે તો આખા ઉનાળા નો સંતાપ સતાવતો નથી. તેમજ કોઇપણ ગરમીની વ્યાધિઓ થતી નથી. મચ્છરો મારવા તેનો ધુમાડો કરવામાં આવે છે. ઘર માં ઓરી અછબડા થાય તો લીમડા ની ડાળી ઘર ના બારણે બાંધવામાં આવે છે. ચામડીના રોગો માં લીમડાના પાન પાણી માં ઉકાળીને પાણી થી નવડાવામાં આવે છે. સુવાવડી સ્ત્રી ને પ્રસવ બાદ ત્રણ ચાર દિવસ લીમડાનો રસ પીવાથી સુવુવા રોગ થતો નથી. તેના બીજનું તેલ ક્રુમી નાશક છે. જે ચામડીના રોગો માં વપરાય છે. આમ લીમડો રોગ પ્રતિકારક અને ઔષધિય ગુણો ધરાવે છે.

Margosa tree (લીમડો)

These trees are 10-15 mt tall; evergreen trees, with light-black, slightly longitudinally furrowed bark. Leaves 15-40 cm long, crowded near ends of branches; leaflets 7-17, 4-8 x 1.5-2 cm, falcate, ovate-lanceolate, glabrous. Flowers white in 10-22 cm long panicles, axillary or on old wood. Drupes 0.5-1.5 x 0.4-0.8 cm, ovoid-oblong, smooth, yellow. Seed hard, ellipsoid glabrous.
Throughout, planted along roads, self sown and/or wild in forests but rare (LIMDO)
FLS: Dec-Mar.
FRS: Jan-May

(“મીન” રાશીવાળી વ્યકિતઓને આ વ્રુક્ષનું જતન કરવાથી શુભ ફળ મળે તેવી ધાર્મિક્તા છે.)