બોરસલી (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ બોરસલી (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ સક્કર બાગ, જુનાગઢ.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય માં બોરસલી નું પુરાણું વ્રુક્ષ આવેલ છે. ખુબજ તંદુરસ્ત અને ઘટાદાર ઘેરાવો ધરાવતા આ વ્રુક્ષ વિષે શ્રી એમ. એલ. મહેતા (જુ. ક્રુ. યુનિ.) તથા શ્રી ભટ્ટ સાહેબ ના મત મુજબ આશરે ૧૨૫ વર્ષ નું આ વ્રુક્ષ સદીઓના સક્ષી રૂપ દર્શનીય વ્રુક્ષ છે.

થડનો ઘેરાવોઃ ૯ ફુટ, ૩ ઇંચ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Mimusops elengi L
Family :- Sapotaceae
Gujarati Name :- બોરસલી
Hindi Name :- બકૂલ
English Name :- Bullet wood Tree

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

બોરસલી ના ઝાડ ઘટાદાર ઘણાં ઉંચા થાય છે. તેના પાંદડા આંબાના પાન ને થોડા ઘણા મળતા આવે છે. ગોળ બટન જેવા સફેદ સુગંધીદાર ફુલો થાય છે. નાની બદામ જેવા ફળ આપે છે. જે પરિપક્વ થતાં સિંદુર રંગ ધારણ કરે છે

બાળકો તેને ખાય છે. બોરસલી ના બી તથા કાળા મરીનો ઉપયોગ હરસ મસા માટે ખાવામાં વપરાય છે. બોરસલી નો જાણીતો અને સારામાં સારો ઉપયોગ તેનું દાતણ કરવાથી દાંત ઘણાં મજબુત વજ્ર જેવા બને છે. દાંત દુ:ખતા હોય તો મજબુત થઈ જાય છે. હ્રદય રોગ પર તેના ફુલ ની માળા પહેરવાથી ફાયદો થાય છે.

Bulet wood (બોરસલી )

This are 3-10 mt tall trees; bark grey or nearly light black, smooth. Leaves 6.5-11 x 2.5-6 cm, elliptic or elliptic-lanceolate, glabrous. Flowers white, fragrant, axillary, in fascicles of 2-6. Fruits 2-3.5 cm long, yellow, smooth, elipsoid, 2-seeded. Planted in gardens and along roads. (BAKUL, BAKULI)
FLS: June-Oct.
FRS: Oct-Mar

(“વ્રુક્ષિક” રાશીવાળી વ્યકિતઓને આ વ્રુક્ષનું જતન કરવાથી શુભ ફળ મળે તેવી ધાર્મિક્તા છે.)