કોઠા (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ કોઠા (પ્રાચીન વ્રુક્ષ).

લોકેશનઃ બીલનાથ મંદિર, મોતીબાગ પાસે, જુનાગઢ.

બીલનાથ મહાદેવના મંદિર ના પટાંગણમાં કોઠા નું ઝાડ આવેલું છે. આ ઝાડ વિષે બીલનાથ મહાદેવના મહંત શ્રી શસ્ત્રિબાપુ તથા દિનેશાનંદજી તથા બીલનાથ મહાદેવ મંદિર ના જુના ખેડુત ના પુત્ર હરેશભાઇ સાથે થયેલ ચર્ચા મુજબ ગોપાલાનંદબાપુનાં ગુરૂ શ્રી પ્રેમાનંદ બાપુ ના હસ્તે આ કોઠા નું ઝાડ રોપાયેલ છે, હાલ સાધુ સમાજ ના પ્રમુખ શ્રી ગોપાલાનંદબાપુ ની ઉંમર ૯૫ વર્ષ જેટલી છે, તેમના ગુરૂ શ્રી પ્રેમાનંદ બાપુ ૧૦૦ વર્ષ ની આયુષ્ય ભોગવી બ્રહ્મલીન થયેલ. આ હકીકત ને ધ્યાન માં લઇએ તો તે મુજબ આ કોઠા નુ ઝાડ ૧૦૦ વર્ષ થી પણ વધુ આયુ ધરાવતું હોય તેમ જણાય છે.

થડનો ઘેરાવોઃ ૮ ફુટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Limonia acidissima L.
Family :- Rutaceae
Gujarati Name :- કોઠા / કોઠી
Hindi Name :- કિલિબિલિ
English Name :- wood apple

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

કોઠા નું ઝાડ ગુજરાત માં બધેજ જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે. તેની છાલ કઠણ હોય છે. પાકું કોંઠુ ઘણું સુગંધી અને સ્વાદિષ્ટ હોય છે.

તેમા ગોળ અથવા સાકર નાખીચટણી બનાવી ખાવાના ઉપયોગ માં લેવાય છે. પાકા કોઠા નો મુરબ્બો પણ થાય છે. શરીર પર પીત્તના ઢીંમણા પર કોઠી ના પાનની ચટણી લગાવવાથી આરામ થાય છે. સ્ત્રીના પ્રદર રોગમાં કોઠી તથા વાસના પાન નું ચુર્ણ મધ માં આપવાથી સારો ફાયદો થાય છે. સવારના પહોરમાં પાકા કોઠા ના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી સરબત બનાવી પી જવાથી ૧૫ દિવસ માં હરસ મસા નાબુદ થાય છે.

Kotha (કોઠા)

Evergreen, 8-10mt tall trees, wiith greyiish –brown, rough branches. Leaves allternate, 2.5-5.6 cm llong; lleafllets 0.5-2.7 x 0.5-1.8cm, opposiite,, obovate, gllabrous.. Fllowers palle-greeniish –yellllow, at llength brown, 0.9-1.3 cm across,, in laterall and terminal, 4.7 cm llong paniiclles.. Berriies 6.8 cm across, gllobose, many-seeded wiith greenish white or palle –yellllow riind. Throughout, sellb sown, wiilld or pllanted. (KOTHI, KOTHA)
FLS: Mar-Jully.
FRS : Mar-Dec