પ્રકરણ ૧ – પ્રસ્તાવના

૧.૧ જૂનાગઢ શહેરની આબોહવામાં સમુદ્ર કિનારા જેવુ ભેજવાળુ ઉષ્ણતાપમાન છે, વર્ષ દરમ્યાન ઉષ્ણતાપમાન ૧૦ સેં.થી ૪૨ સેં. ફરતુ રહે છે, લધુતમ ઉષ્ણતાપમાન ડીસેમ્બર મહિનામાં અને મહતમ ઉષ્ણતાપમાન મે મહિનામાં રહે છે. જૂનાગઢ શહેરને મુખ્ય ત્રણ રૂતુઓ છે, ઉનાળો માર્ચ થી શરૂ થઇ મધ્ય જુન ત્યારબાદ ચોમાસુ જૂન થી શરૂ થઇ ત્યારબાદ શિયાળો આવે છે, વાવાઝોડાના સમયમાં પવન ની ગતિ કલાકના ૨૦ થી ૭૦ સુધી ફર્યા કરે છે.

૧.૨ આ પુસ્તકનો ઉદ્દેશ / હેતુ :-

જૂનાગઢ મહાનગરપાલિકા,જૂનાગઢના કાર્યો અને ફરજો વિષે સામાન્ય નાગરીકને પુરતી સમજ મળી રહે તે મુખ્ય હેતુ આ પુસ્તક પ્રસિધ્ધ કરવા માટે રહેલ છે.

૧.૩ આ પુસ્તક કઇ વ્યકિતઓ / સંસ્થાઓ / સંગઠનો વગેરેને ઉપયોગી છે ?

” માહિતી અધિનિયમ -૦૫ ” અંતર્ગત પ્રસિધ્ધિત કરાયેલ આ પુસ્તક સામાન્ય થી સામાન્ય નાગરીકને,સમાજના દરેક સ્તરના નાગરિકોને તેમજ કોર્પોરેશન સાથે વ્યવહારમાં આવતી દરેક સંસ્થાઓ અને સંગઠનોને ઉપયોગી બની રહે તે હેતુ થી તૈયાર કરાયેલ છે.

૧.૪ આ પુસ્તક માં આપેલી માહિતીનું માળખુ :-

જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ અંગે બંધારણીયા આમુખ બી.પી.એમ.સી.એકટ ૧૯૪૯ હેઠળ અમલમાં રહેલ છે, અને તે આધારે વહીવટી કાર્યવાહી હાથ ધરવી અને નિકાલ કરવામાં આવે છે.

૧.૫ વ્યાખ્યાઓ :-

આ પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલ વાપરવામાં આવેલ શબ્દો / ભાષા સામાન્ય નાગરિકની સમજમાં આવે તે રીતે ગુજરાતીમાં તૈયાર કરાયેલ છે. તેમ છતા ન સમજાય તેવા શબ્દપ્રયોગો અંગે જાણકારી રૂબરૂમાં સંતોષકારક રીતે આપી શકાશે.

૧.૬ કોઈ વ્યકિત આ પુસ્તકમાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટેની સંપર્ક વ્યક્તિ. :-

જો કોઈ વ્યકિત આ પુસ્તકમાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટે કચેરીના કામકાજના સમય દરમ્યાન ” માહિતી અધિકારીશ્રી, મહાનગરપાલિકા,જૂનાગઢ અને આસિ. કમિશ્નરશ્રી, નો સંપર્ક કરી મેળવી શકે છે.તેઓશ્રીની ગેરહાજરી / અને ઉપસ્થિતી ના સમયે જનસંપર્ક અધિકારીશ્રીનો સંપર્ક કરવાથી જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકાશે.

૧.૭ આ પુસ્તકમાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપધ્ધતી અને ફી. :-

આ માટે રૂબરૂ સંપર્ક ઉપર ૧૦૬ ની વિગતે કરવાનો રહેશે.