વ્રુક્ષનું નામઃ પુત્રંજીવા / જીયાપોતો (અજોડ).
લોકેશનઃ હોસ્ટેલ તરફ, મોતીબાગ, જુનાગઢ.
જુનાગઢ ની શાન એવી જુનાગઢ ક્રુષિ યુનિ. ના મોતીબાગ માં હોસ્ટેલ તરફ જતા રસ્તા પર લોન ની પશ્રિમ દિશા માં મુલ્યવાન ઔષધિ વ્રુક્ષ “પુત્રંજીવા” નામનું વ્રુક્ષ આવેલ છે. શ્રી ભટ્ટ સાહેબ ના જણાવ્યા મુજબ આ વ્રુક્ષ નુ ફળ નો ઉપયોગ ઔષધિમાં થાય છે. જેને ગર્ભપાત થઇ જતો હોઇ તેને આ વ્રુક્ષના ફળનું આર્યુવૈદિક પદ્ધિતી થી સેવન કરવાથી ગર્ભપાત થતો અટકી શકાય છે. આમ ગર્ભ નું સ્થાપન કરતું હોવથી પુત્ર ને જીવાડનાર “પુત્રંજીવા / જીયાપોતો” નામ મળ્યુ છે.