logo

Right to Information Act

પ્રકરણ ૧ – પ્રસ્તાવના

૧.૧ જૂનાગઢ શહેરની આબોહવામાં સમુદ્ર કિનારા જેવુ ભેજવાળુ ઉષ્ણતાપમાન છે, વર્ષ દરમ્યાન ઉષ્ણતાપમાન ૧૦ સેં.થી ૪૨ સેં. ફરતુ રહે છે, લધુતમ ઉષ્ણતાપમાન ડીસેમ્બર મહિનામાં અને મહતમ ઉષ્ણતાપમાન મે મહિનામાં રહે છે. જૂનાગઢ શહેરને મુખ્ય ત્રણ રૂતુઓ છે, ઉનાળો માર્ચ થી શરૂ થઇ મધ્ય જુન ત્યારબાદ ચોમાસુ જૂન થી શરૂ થઇ ત્યારબાદ શિયાળો આવે છે, વાવાઝોડાના સમયમાં પવન ની ગતિ કલાકના ૨૦ થી ૭૦ સુધી ફર્યા કરે છે.

૧.૨ આ પુસ્તકનો ઉદ્દેશ / હેતુ :-

જૂનાગઢ મહાનગરપાલિકા,જૂનાગઢના કાર્યો અને ફરજો વિષે સામાન્ય નાગરીકને પુરતી સમજ મળી રહે તે મુખ્ય હેતુ આ પુસ્તક પ્રસિધ્ધ કરવા માટે રહેલ છે.

૧.૩ આ પુસ્તક કઇ વ્યકિતઓ / સંસ્થાઓ / સંગઠનો વગેરેને ઉપયોગી છે ?

” માહિતી અધિકાર અધિનિયમ -૦૫ ” અંતર્ગત પ્રસિધ્ધિત કરાયેલ આ પુસ્તક સામાન્ય થી સામાન્ય નાગરીકને,સમાજના દરેક સ્તરના નાગરિકોને તેમજ કોર્પોરેશન સાથે વ્યવહારમાં આવતી દરેક સંસ્થાઓ અને સંગઠનોને ઉપયોગી બની રહે તે હેતુ થી તૈયાર કરાયેલ છે.

૧.૪ આ પુસ્તક માં આપેલી માહિતીનું માળખુ :-

જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ અંગે બંધારણીય આમુખ જી.પી.એમ.સી.એકટ ૧૯૪૯ હેઠળ અમલમાં રહેલ છે, અને તે આધારે વહીવટી કાર્યવાહી હાથ ધરવી અને નિકાલ કરવામાં આવે છે.

૧.૫ વ્યાખ્યાઓ :-

આ પુસ્તકમાં ઉપયોગમાં લેવાયેલ વાપરવામાં આવેલ શબ્દો / ભાષા સામાન્ય નાગરિકની સમજમાં આવે તે રીતે ગુજરાતીમાં તૈયાર કરાયેલ છે. તેમ છતા ન સમજાય તેવા શબ્દપ્રયોગો અંગે જાણકારી રૂબરૂમાં સંતોષકારક રીતે આપી શકાશે.

૧.૬ કોઈ વ્યકિત આ પુસ્તકમાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટેની સંપર્ક વ્યક્તિ. :-

જો કોઈ વ્યકિત આ પુસ્તકમાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માગે તો તે માટે કચેરીના કામકાજના સમય દરમ્યાન લીગલ અધિકારીશ્રી, (આર.ટી.આઈ. હેઠળની વહીવટી કામગીરી) મહાનગરપાલિકા,જૂનાગઢ નો સંપર્ક કરી મેળવી શકે છે.

૧.૭ આ પુસ્તકમાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપધ્ધતી અને ફી. :-

આ માટે રૂબરૂ સંપર્ક ઉપર ૨૦૬ ની વિગતે કરવાનો રહેશે.

પ્રકરણ ૨ – સંગઠનની વિગતો કાર્યો અને ફરજો.

૨ (૧) ઉદેશ.

કોર્પોરેશન વિસ્તારમાં જાહેર આરોગ્ય, પાણી પૂરવઠા, રસ્તા અને સફાઈ તથા અન્ય બીજી આવશ્યક સેવાઓ માટેના સારા અને સુનિશ્વિત વહિવટ એ કોર્પોરેશનનો મુખ્ય ઉદેશ છે.

૨ (૨) કોર્પોરેશનના સમગ્ર વિસ્તારમાં દિનપ્રતિદિન તમામ જાહેર સેવાઓ વધુ સારી રીતે વિકસે જનતાની આર્થિક, સામાજીક આરોગ્ય સંબંધી સુખાકારીના સંદર્ભમાં હાલ પળે પળે દરેક ક્ષ્રેત્રમાં સાધવામાં આવતી પ્રગતિના શોધના સંદર્ભે ધ્યાન રાખી વધુ ને વધુ સારી સેવા શી રીતે આપી શકાય તેની સતત વિચારણા અને કાર્ય એ આ સંસ્થાનું મીશન રહેશે.

૨ (૩) મહાનગરપાલિકા વર્ષ તા. ૧૫/૯/૦૨ થી એ રીતે ઉતરો ઉતર આ સ્થાનિક સંસ્થાનું તેના દરજ્જામાં વરિષ્ટ કક્ષામાં રૂપાંતર થયેલ છે. તેમજ તા. ૨૩/૧/૦૪ ના રોજ આજૂ બાજૂના વિસ્તારનો સમાવેશ થયેલ છે.

૨ (૪) જૂનાગઢ મહાનગરપાલિકાની સેવાઓ મુખ્યત્વે નિચેના સંદર્ભમાં છે.

૧. જાહેર આરોગ્ય તેનુ રક્ષણ, આરોગ્ય જળવાઈ રહે તે માટે તથા ઉતરોતર તે અંગેની સેવાની ગુણવતા અને કક્ષામાં સુધારા અપનાવવા.પૂરતો પાણી પૂરવઠો આપવો તેમજ આરોગ્યને હાનિ ન કરે તેવું પાણી અપાય તે જોવુ. તથા પાણી શુધ્ધીકરણ માટેની સેવા ઉભી કરવી.

૨.

૩. સફાઈ અંગે નિરંતર સેવા તથા તેમા લોક સહયોગ મેળવવો.

૪. રોગચાળો ન થાય તે અંગે તથા રોગચાળો અટકે તે અંગે તબીબી મદદ.

૫. સાર્વજનીક જાજરૂ, મુતરડીઓનુ બાંધકામ તેના સ્થળમાં ફેરફાર અને નિભાવણી.

૬. રસ્તા, બજારો, ગટરો, તળાવો વિગેરેની કામગીરી.

૭. પશુ સંવર્ધન અંગે જરૂરી સવલત તથા પશુઓની આરોગ્ય સંબંધી સગવડો.

૮. રહેણાંક, બજાર, રસ્તા, પાણી નિકાલ જાહેર સુખાકારી અને આનંદ પ્રમોદ તથા મનોરંજન ધ્યાને રાખી બાગ બગીચા તથા ફૂવારા આનંદ મેળો વિગેરે માટેની જગ્યા તથા વાહન વ્યવહાર તથા સંદેશા સંચાર વ્યવસ્થા સહિતની બાબતો ધ્યાને લઈ નગર આયોજન કરવું.

૯. રસ્તા માર્ગ શેરીઓ ઉપર યોગ્ય વીજળી વ્યવસ્થા, અગ્નિશમન માટે અગ્નિશામક યંત્રો તથા કર્મચારીઓની વ્યવસ્થા અને નિભાવવાની જવાબદારી.

૧૦. જન્મ-મરણ અને લગ્નની નોંધણી તથા તેનુ દફતર નિભાવવુ અને તેના દાખલા / આધાર આપવાની વ્યવસ્થા.

૧૧. જરૂર મુજબ સાર્વજનીક સ્મશાનગ્રુહ, વિધુત સ્મશાનગ્રુહ બાંધવા નિભાવવા તથા બીનવારસી મ્રુત દેહોનો નિકાલ કરવો.

૧૨. મ્રુત પશુઓના શરીરના નિકાલની વ્યવસ્થા કરવી.

૧૩. મહાનગરપાલિકાની મિલ્કતો જાળવવી તથા જરૂરીયાત મુજબ નવી મિલ્કતો સંપાદન કરવી અને ઉભી કરવી.

૧૪. વ્રુક્ષારોપણ, કુટુંબનિયોજન, બાળશિક્ષણ, વ્રુધ્ધો માટે આશ્રમ, સાંસ્ક્રુતિક પ્રવ્રુતિ, વ્યસન મુક્તિ, શરીર સોષ્ઠવ, પુસ્તકાલય વિગેરે રાષ્ટ્રિય, સામાજીક અને પ્રાદેશિક કાર્યોમાં રસ લઈ વેગ આપવો અને શક્ય તેટલી આર્થિક માનવ શકિત પૂરી પાડવી.

૧૫. ફરજ મુજબના કાર્યો માટે કર ઉપકર, જકાતદર નાખવા, નાણાંકિય ભંડોળ ઉભુ કરવા વ્યવસ્થાતંત્ર, લેણા વસુલ કરવા અને તે માટે વ્યવસ્થાતંત્ર નિભાવવું.

૨ (૫) આ કોર્પોરેશનની મુખ્ય પ્રવ્રુતિ / કાર્યો મુખ્યત્વે સફાઈ, પાણી પૂરવઠો, રસ્તા અને જાહેર સુખાકારીના તમામ બાબતો સંબંધિત કાર્યો કરવાના રહે છે.

૨ (૬) આ કોર્પોરેશન દ્વારા નિચે મુજબની સેવાઓ આપવામાં આવે છે.
૧.પાણી પૂરવઠો તથા શુધ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા માટે પ્રયત્નશીલ.

૨. રસ્તા, શેરીઓ, ગલીઓની સફાઈ.

૩. ગંદાપાણીના નિકાલ માટેની સુવિધાઓ જારી રાખવા તથા તેમાં વધારો કરવો.

૪. ખુલ્લી ગટરો અને એકત્ર કચરાની સફાઈ.

૫. આરોગ્ય સંબંધી તકેદારીના તમામ પગલા જેવા કે સફાઈ, કચરાનો ઉપદ્રવ, ગટર સફાઈ, જંતુનાશક દવા પાવડરનો છંટકાવ ખાધયપદાર્થો શુધ્ધ મળી રહે તે અંગે તપાસ.

૬. જાહેર રસ્તા શેરી ગલીઓમાં વીજળી વ્યવસ્થા

૭. વાહન / જનતાની અવર જવર માટે રસ્તા કરવા સમારવા – નિભાવવા – દબાણ ન થાય તે જોવું. વિગેરે મુખ્ય કાર્યો છે.

૨ (૭) કોર્પોરેશન એક સ્વાયત સંસ્થા છે, અને જરૂરી હોઇ ત્યા સીધોજ વ્યવહાર રાજ્ય સરકાર સાથે થાય છે.

૨ (૮) જાહેર તંત્રની અસરકારકતા માટે નિચેના પરિબળો કામ કરે છે. અને તે અન્વયે જણાવેલ બાબતો સહકારી વ્યવહારની અપેક્ષા કોર્પોરેશન વિસ્તારની જાહેર જનતા પાસેથી રહે છે. તે જો મળી રહી તો કામગીરીની અસરકારકતા તુર્ત સાકાર થાય છે.

પરીબળો અને અપેક્ષાઃ

૧. કામ પ્રત્યેની ગંભીરતા કામ / ફરજ પ્રત્યેની ગંભીરતા એ સૌથી અગત્યની બાબત છે. જે કામ કરતા કર્મચારી અધિકારી પાસેથી તંત્રને અને લોકોને રહે છે. ગમે તેવા ઓછા સાધન હોય નાણાં પૂરતા ન હોય તો પણ પ્રાપ્ય સાધન અને નાણાં ને નજરમાં રાખી તેની મર્યાદા માં રહીને પણજો કામની ગંભીરતાને ધ્યાનમાં રાખી શક્ય તે કરી છુટવાની મનોવ્રુતિ હોય તો તે વધુ અસરકારક રહે છે. લોકો પાસેથી અપેક્ષા એ રહે છે કે તંત્રની મર્યાદાને ધ્યાને લઈ તેઓની સેવા સારી રીતે અને સમયસર થાય તે માટે તંત્રની સ્થિતી સમજવા પ્રયત્ન કરે તથા યોગ્ય અને જરૂરી સમય તંત્ર ને આપે તથા પોતાની દરેક રજૂઆત શિસ્તબધ્ધ રીતે રજૂ કરે અને જરૂર જણાય ત્યા લોક ભાગીદારી થી કામ કરવા માટે સહકાર આપે.

૨. નાણાં ભંડોળ:

દરેક સંસ્થાની દરેક કામગીરીમાં આર્થિક સગવડ એ મુખ્ય પરિબળ છે. જે માટે સંસ્થા એટલે કે મહાનગરપાલિકા એ નક્કી કરેલ કર, ફી, શિક્ષણ ઉપકર, સફાઈ કર, પાણી ફી વિગેરે જે હોય તે સમયસર જે તે નાણાંકિય વર્ષની શરૂઆતમાં ભરપાઈ કરે તે અપેક્ષા લોકો પાસે થી રહે છે.

૩. કોર્પોરેશનની યોજનાઓ માં સહ્કાર:

કોર્પોરેશનની દરેક કામગીરી સીધીજ જાહેર જનતાને સંબંધિત છે, અને સ્પર્શે છે. સફાઈ, કચરો અમુક નક્કી કરેલ જગ્યામાં અગર તે જગ્યાએ મુકેલ સાધનમાં જ નાખવો, પાણીનો બગાડ ન થાય તે રીતે ઉપયોગ કરવો ગમે તે જગ્યાએ પાણી ન ઢોળવુ, પાણી એકત્ર થાય તે રીતે ન ફેકવુ કે રાખવુ, રસ્તા ઉપર ખાડા ન કરવા, મહાનગરપાલિકાનુ લેણુ સમયસર ભરપાઈ કરવુ, બાગ બગીચામાં બગાડ ન કરતાં જતન કરવું, કરેલ નિયમો મુજબ અમલ કરવો વિગેરે બાબતોથી સામે ચાલીને સહકાર મળે તો તંત્રની કાર્યવાહીમાં સરળતા રહે છે. કામગીરીનું પ્રમાણ અને તેમાનો ખર્ચ ઘટે છે. અને પરિણામે કામગીરી વહેલી પુર્ણ થાય છે. તથા બચતના નાણાં અન્યત્ર ઉપયોગમાં લઈ શકાય છે. આમ આ અપેક્ષાઓ રહે છે.

લોક સહયોગ મેળવવાની ગોઠવણ અને પધ્ધિતઓઃ

૨ (૯) જે તે સમયે સંજોગો અને કામગીરીના પ્રકાર અનુસાર જાહેર અપીલ કરાય છે. જે જાહેર અપીલ સ્થાનિક નોટીસ બોર્ડ, વર્તમાન પત્રોમાં, પ્રેસ નોટ વિગેરે માંથી મેળવાય છે.

સેવા આપવા દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરીયાદ નિવારવા માટે રૂબરૂ સાંભળવામાં આવે છે. લેખિત અરજીઓ સ્વીકારી તે અન્વયે મુશ્કેલી દુર કરવા તે અરજી વિગેરે જે તે શાખાને મોકલી આપવામાં આવે છે. આ કાર્ય માટે જન સંપર્ક શાખા અલગથી કાર્યરત છે.

૨ (૧૦) માનનીય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી, સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા કોર્પોરેટરશ્રીઓ તરફ થી આવતા પત્રો માટે અલગ રજીસ્ટર રખાયેલ છે. અને રજૂઆતનો યોગ્ય નિકાલ સમયસર થાય તે જોવા માટે દર અઠવાડીયે તેની સમીક્ષા થાય છે.

૨ (૧૧) મહાનગરપાલિકાની જાહેર સેવા આપતી કચેરીઓના નામ સરનામા નિચે મુજબ છે.
જૂનાગઢ મહાનગરપાલિકા ને સંબંધિત તેવી કચેરીઓના નામ સરનામા નિચે મુજબ છે.

ક્રમ સભ્યશ્રીઓના નામ ઓફીસ
૧. કમિશ્નર, મહાનગર સેવાસદન, સ્વામી વિવેકાનંદભવન, આઝાદ ચોક, જુનાગઢ

ફોન. (૦૨૮૫)૨૬૫૦૪૫૦
ફેક્સ. (૦૨૮૫)૨૬૫૧૫૧૦

૨. ફાયર સુપ્રિન્ટેન્ડેન્ટ, ફાયર સ્ટેશન, સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ નજીક, જુનાગઢ.

(૦૨૮૫) ૨૬૨૦૮૪૧, ૧૦૧

૩. નરસિંહ વિધા મંદિર, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૨૦૩૮૮

૪. વોટર વર્કસ એન્જીનીયર્સ, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૫૩૩૮૬

૫. મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ (આરોગ્ય)

સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૨૨૩૧૧

૬. કાર્યપાલક ઈજનેર બાંધકામ શાખા, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૨૨૩૧૧

૭. ઘરવેરા શાખા, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૨૬૬૨૨૦

૮. વીજળી શાખા, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, જુનાગઢ

(૦૨૮૫) ૨૬૨૪૪૫૨

૯. મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ (સેનીટેશન)

(૦૨૮૫) ૨૬૨૪૪૫૨

૨(૧૨) કચેરી શરૂ થવાનો સમય સવારનાઃ ૧૦:૩૦ | બંધ થવાનો સમય સાંજેઃ ૧૮:૩૦

પ્રકરણ ૩ – ( નિયમ સંગ્રહ – ) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગત

 

હોદો

કમિશ્નરશ્રી

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ધી ગુજરાત પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ મુજબની તમામ સત્તાઓ તથા ફરજો બજાવવી મહાનગરપાલિકાના અધિકારી / કર્મચારીઓના વહીવટી વડા, જી.પી.એમ.સી.એકટ ની કલમ – ૭૩ ( ક ) અનુસાર ખર્ચ મંજુર કરવાની સત્તા

હોદો

નાયબ કમિશ્નરશ્રી

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ધી ગુજરાત પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ ૬૯ મુજબ કમિશ્નર શ્રી ધ્વારા સોપવામાં આવેલ સતાઓ, તથા કલમ – ૭૩ હેઠળ સક્ષમ ઓથોરીટી ધ્વારા મંજુરી મુજબની તમામ સતાઓ તથા ફરજો વાપરવા,

હોદો

ટાઉનપ્લાનીંગ ઓફીસર

સત્તાઓ

વહીવટ ફરજો,નાણાંકીય ફરજો

ધી ગુજરાત પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ ૬૯ મુજબ કમિશ્નર શ્રી ધ્વારા સોપવામાં આવેલ સતાઓ,

હોદો

કાર્યપાલક ઇજનેર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

કલમ નં ૪૬ મુજબ બાંધકામ શાખા દ્વારા મહાનગરપાલિકા હદમાં આવેલ રસ્તાઓ, ફુટપાથ, બાંધકામની મંજુરી નવી ગટર બનાવવા તેમજ આવશ્યક સેવાઓની કામગીરી શહેર ડેવેલોપમેન્ટ અને અનિઅધિકૃત દબાણ દુર કરવા ટેક્નીકલ બાબતોને લગતી સતા અને ફરજો.

હોદો

સેનીટેશન સુપ્રીટેનડેન્ટ

સત્તાઓ

વહીવટ ફરજો,

ધી બોમ્બે પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ ૬૯ મુજબ કમિશ્નર શ્રી ધ્વારા સોપવામાં આવેલ સતાઓ,

હોદો

ચીફ ઓડિટર ઓફિસર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો, મ્યુનિસિપલ ચીફ ઓડિટરે – કલમ નં ૪૭ મુજબ સતા.
(ક)(બ) આ અધિનિયમથી અથવા તે મુજબ તેને બજાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો હોય તેવી ફરજો અને મ્યુનિસિપલ ફંડના હિસાબોની તપાસણી સબંધી વાહનવ્યવહાર સમિતિ તેને ફરમાવે તેવી વાહનવ્યવહાર ફંડના હિસાબોની તપાસણી સંબંધી વાહનવ્યવહાર સમિતિ તેને ફરમાવે તેવી બીજી ફરજો બજાવવી(ખ) સ્થાયી સમિતિ, વખતોવખત આપે તેવા નિર્દશોને આધીન રહીને, પોતાના સીધા તાબા હેઠળના ઓડિટરો અને મદદનીશ ઓડિટરો,કારકુનો અને નોકરીની ફરજો ઠરાવવી.(ગ) સ્થાયી સમિતિના હુકમોને અધીન રહીને, સદરહુ ઓડીટરો, મદદનીશ ઓડીટરો,કારકુનો અને નોકરોની નોકરી, મહેનતાણું અને વિશેષધીકારોને લગતા સઘળા પ્રશ્નોનો નિકાલ કરવો.

હોદો

આસિ.કમિશ્નરશ્રી ( વહીવટ )

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો, (૧) કમિશનરના હુકમોને આધીન રહીને, મદદનીશ મ્યુનિસિપલ કમિશનરએ ન્યાયિક પ્રકારની અથવા ન્યાયિક તુલ્ય સતા અને ફરજો સહીતની સતાઓ અને ફરજો પૈકી કમિશનર વખતોવખત તેને સોંપે તેવી સતા વાપરવી અને તેવી ફરજો બજાવવી.

પરંતુ કમિશનરે, વખતોવખત જે સતાઓ અને ફરજો સોંપે તેની તેણે કોર્પોરેશનને ખબર આપવી.

(૨) પોતાના હોદાની મુદત દરમિયાન અને પોતાના હોદાની રૂએ મદદનીશ મ્યુનિસિપલ કમિશનરે કરેલા સઘળા કૃત્યો અને વસ્તુઓ કમિશનરે કરેલા સઘળા કૃત્યો અને વસ્તુઓ કમિશનરે કર્યા હોય એમ સઘળા હેતુઓ સારું ગણાશે.

હોદો

આસિ.કમિશ્નરશ્રી ( ટેકસ )

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

(૧) કમિશનરના હુકમોને અધીન રહીને, મદદનીશ મ્યુનિસિપલ કમિશનરએ ન્યાયિક પ્રકારની અથવા ન્યાયિક તુલ્ય સતા અને ફરજો સહીતની સતાઓ અને ફરજો પૌકી કમિશનર વખતોવખત તેને સોંપે તેવી સતા વાપરવી અને તેવી ફરજો બજાવવી.

પરંતુ કમિશનરે વખતોવખત જે સતાઓ અને ફરજો સોંપે તેની તેણે કોર્પોરેશનને ખબર આપવી.

(૨) પોતાના હોદાની મુદત દરમિયાન અને પોતાના હોદાની રૂએ મદદનીશ મ્યુનિસિપલ કમિશનરે કરેલા સઘળા કૃત્યો અને વસ્તુઓ કમિશનરે કર્યા હોય એમ સઘળા હેતુઓ સારું ગણાશે.

હોદો

ઓફિસસુપ્રિટેન્ડ્ન્ટ

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

એસ્ટાબ્લીસમેન્ટ શાખાની તમામ કામગીરીનું સંકલન તેમજ સુપરવિઝન, સરકારશ્રીના જુદા જુદા વિભાગો તરફ થી માંગવામાં આવતાં માહિતીનું લગત શાખાઓ પાસે થી શાખાના સ્ટાફ મારફતે મેળવેલ માહિતીનુ સુપરવેઝન.

હોદો

હાઉસટેકસ સુપ્રિટેનડેંટ

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

જી.પી.એમ.સી.એકટ ૧૯૪૯ ની જોગવાઇઓ હેઠળ,મ્યુની કમિશનરશ્રીએ વખતો વખત આપેલ સતાઓ આધીન વેરાલગત કામગીરી કરવાની સતા, ટેકસ માંગણાના નોટીસમાં સહી કરવાની સતા જપ્તી વોરંટ ઇસ્યુ કરવાની સતા, મિકત વેરાની રીકવરી સબબ આનુસાંગીક કાર્યવાહી કરવાની મ્યુની. કમિશ્નરશ્રી એ આપેલ સતાના રૂએ મ્યુની કમિશ્નરશ્રીના માર્ગદર્શન મુજબ કામગીરી કરવાની સતા, નામ ટ્રન્સફર કોર્ટ હિસાબ લગત અન્ય પ્રકરણોમાં શાખા અધિકારી તરીકે સહી કરવાની સતા


હોદો

ટેકસ સુપરવાઈઝર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

હોર્ડીગ / કીઓસ્કબોર્ડ વિગેરે તથા જાહેરાતને લગત પ્રકરણો માટે ટેન્ડર વીધી તેમજ જરૂરી રેકર્ડ સંબધીત કર્મચારીઓ ધ્વારા નિભાવવા એસ્ટેટ તમામ ટેન્ડરોને લગત કામગીરી મ્યુનિ લીમીટ ની તમામ મિલકતોન વહીવટ અને જાળવણીને લગત કામગીરી લીઝ જમીનને લગત કામગીરી તથા લીઝ ઉપર અપાયેલ જમીનને લગતી ફાઈલો તથા કાર્યવાહી મ્યુની મિલકતોના ભાડા વસુલાત ની કામગીરી મંડપ કામના બેનરની મંજૂરી તેના ચાર્જની વસુલાત 

હોદો

વોટર વર્કસ ઈજનેર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

વો.વ. શાખાનાનુ સંચાલનની સતા,સીટી ડીસ્ટ્રીબ્યુશન તથા ડેમ સાઈટ અંગે પાણી પૂરવઠા બાબતે નિર્ણય લેવાની સતા (સક્ષમસતાની મંજૂરી થી ),સ્ટાફ ઉપર નિયંત્રણ તથા ફરજ સોપવાની સતા, અન્ય ખાતાઓ સાથે સંકલન કરી શાખાની કામગીરી પૂરી પાડવાની સતા, કામોની ગુણવતા ચેકીગની સતા, ઠેકેદારો સાથે કરારનામુ કરવુ, હેડ્વર્કસમાં પુરતો પાણીનો જથ્થો મેળવી,શુધ્ધિકરણ કરાવી સીટી ડીસ્ટ્રીબ્યુશન તંત્ર મારફતે યોગ્ય રીતે થાય તેવી કામગીરી, પાણી અંગેની જાહેર જનતાની ફરીયાદ સાંભળી યોગ્ય રીતે, યોગ્ય સમયમાં નિકાલ લાવવાની કામગીરી., પાણી પૂરવઠા તેમજ વિતરણ રોજ – બ – રોજના ઓપરેશન તેમજ મેઈન્ટેનન્સની કામગીરીનું જનરલ સુપરવિઝન તથા સંચાલન

હોદો

ઈલેકટ્રિક ઈજનેર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ધી ગુજરાત પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ ૬૯ મુજબ કમિશ્નરશ્રી ધ્વારા સોપવામાં આવેલ સતાઓ,

હોદો

એકાઉન્ટન્ટ

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

એકાઉન્ટન્ટ શાખા અને શાખાનું સંપૂર્ણ સંચાલન તેમજ કર્મચારીઓની ફરજ ફાળવણી અને દેખરેખ, એકાઉન્ટન્ટ શાખા ના નાણાંકિય વ્યવહારનો ચેકમાં સહી કરવાની સતા આવક જાવક ક્લાસીફાઇડ રજીસ્ટર નીભાવવુ/ રોજમેળ/બેંક બુક/બેંક પાસબુક/નીભાવવું અને મેળવણુ કરવુ દરરોજની કેશ ટ્રેજરી દવારા અને બેંક્માં ભરણું કરાવવું.  

હોદો

ફુડ ઈન્સ્પેકટર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્નડડ એક્ટ – ૨૦૦૬

ફુડ ઈન્સ્પેકટરને ફાળવવામાં આવેલ વિસ્તારોની ખાધાચિજનું ઉત્પાદન સંગ્રહ કે વેંચાણ કરતી પરવાનો ધરાવતી તમામ સંસ્થાઓનું સ્થાનિક સતાધિશ નિયત કરે તે મુજબ વખતો વખત નિરીક્ષણ કરવુ, પરવાનાની પાછળ દર્શાવેલ શરતોનું યોગ્ય પાલન થવા બાબત ખાત્રી કરવી. નિયમો વિરૂધ્ધ / પિ.એફ.એ./ ૧૯૫૪ ના નિયમો વિરીધ્ધ વ્યાજબી શક પડે ત્યારે તે ચીજને જરૂર લાગે તો નમૂનો લઈ પૂથ્થકરણ માટે મોકલવાની સતા નિયમોના ભંગ અંગે તેને કોઈ લેખિત ફરીયાદ મળી હોય તો તેનુ અન્વેષણ કરવુ. રોજે રોજ શહેરમાં ચેકીગ કરવાનુ. તથા અખાધ ખોરાકનો નાશ કરવો.

હોદો

શોપ ઈન્સ્પેકટર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

શોપ શાખાની કામગીરીને લગત તમામ વહીવટી સતાઓ (વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવે છે.)  બોમ્બે શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ – ૧૯૪૮ હેઠળ સંસ્થાઓનું નિયિમિત ચેકીંગ કરવાની કામગીરી, શોપ લાઇસન્સ  ઈશ્યુ અનિયમિત હોય તો તે બાબતે નામદાર કોર્ટમાં ભંગ બદલના કેસ દાખલ કરવાની કામગીરી ગુમાસ્તાધારાની ફરિયાદ આવે તે નિકાલની કામગીરી અને વહિવટી લગત અન્ય કામગીરી

હોદો

સ્ટોરકિપર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

સ્ટોરકિપર શાખા ધ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડરમાં મંજૂર થયેલ ભાવો વાળી પાર્ટી સાથે વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ થી તથા મહાનગરપાલિકા ની તમામ શાખાઓની કમિશ્નરશ્રી તેમજ સ્થાયી સમિતિ / જનરલ બોર્ડ ધ્વારા મંજૂરી મળયેથી માલસામન ખરીદ કરવા અંગે, સ્ક્રેપ માલના વેંચાણ કરવા સબંધેની તમામ કામગીરી.

હોદો

ગેરેજ સુપરવાઈઝર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

તાબા હેઠળના કર્મચારીઓ પર નિયંત્રણ, સ્ટાફ ઉપર કન્ટ્રોલ રાખવો, વાહન રીપેરીંગ, ફયુઅલ ખરીદી, ઓટોપાર્ટસ ખરીદી, આર.ટી.ઓ. પાસીંગ તથા વાહન ઈન્સ્યોરન્સ તથા ભાડે થી વાહનો રાખવા માટેની મંજુરીની તમામ કામગીરી કરાવવી અને તેની દેખરેખ રાખવી, બીલોની કાર્યવાહી નીચેના સ્ટાફ પાસે કરાવવી, વાહન તથા ડ્રાઈવરોની ફરજ ફાળવણી કરવી.

હોદો

લીગલ ઓફિસર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ધી બોમ્બે પ્રોવિન્સયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની કલમ
૪૯ મુજબ કમિશ્નરશ્રી ધ્વારા સોપવામાં આવેલ સતાઓ,

હોદો

દબાણ અધિકારી

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની કાર્યવાહી સબંધેની સત્તાઓ, જાહેર રોડ પરના દબાણો દુર કરવાની સત્તાઓ, મહાનગરપાલિકા હદ વિસ્તારમાં બી.પી.એમ.સી.એકટ ની કલમ હેઠળ લગત ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી.

હોદો

જનસંપર્ક અધિકારી

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

શાખા માંથી વિવિધ કામગીરીનુ જનરલ સુપરવીઝન મહાનગરપાલિકા ધ્વારા ઓફિસ લગત, સરકારશ્રી લગત સાંસ્કૂતિક પ્રોગ્રામ અંગેની કામગીરી અને દેખરેખ, મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતી જાહેર ખબર અંગેનુ સંચાલન અને દેખરેખ

હોદો

સેક્રેટરી

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

 જી.પી.એમ.સી એક્ટ – ૧૯૪૮ ની કલમ – ૪૮ ની જોગવાઈ હેઠળની સતાઓ.

હોદો

ફાયરસુપ્રિટેન્ડ્ન્ટ

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ફાયર વિભાગના કર્મચારીઓની શીફટ ફરજો ફાળવણીનીસત્તાઓ, ફાયરશાખાના વાહન જરૂર જણાય ત્યારે શહેરમાં અને ખાસ જરૂર પડે તો જીલ્લા બહાર મોકલવાની સત્તાઓ, વખતો વખત ફાયર શેફટી અંગે સરકારશ્રીના સુચનો / હુકમોનો અમલ કરવાની સતાઓ, શહેરમાં ફાયર શેફટીનું પાલન કરાવવું તેમજ જીલ્લામાં જરૂર પડે ત્યારે માર્ગદર્શન વિગેરે પુરૂ પાડવાની તેમજ અમલ કરાવવાની સતાઓ

હોદો

પ્રોજેકટ ઓફિસર

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

શાખાનો વહીવટ કરવો અને મોનીટરીંગ કરવુ, સરકારશ્રી,અન્ય ખાતાનો, સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર અને સંકલનની કામગીરી, યોજનાવાઈજ રીપોર્ટીગ, યોજનાઓનું અમલીકરણ કરાવવુ, ક્ષેત્રીય કામગીરી અન્વ્યે કાર્યક્રમો, પ્રવૂતીઓનું વેરીફીકેશન, વિસ્તારોની સમસ્યાઓની યોગ્ય નિરાકરણ, નાણાંકિય સમતુલા, બજેટ, ગ્રાન્ટને લગત કામ કરવા, કરાવવા.

હોદો

મેડીકલ ઓફ હેલ્થ(આરોગ્ય)

સત્તાઓ વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

TO REDUCE MATERNAL MORTALITY RATIO AND INFANT MORTALITY RATE UNDER RCH-II PROGRAME OF NRHM & NUHM, THE URBAN SOCIETY (CPMU), MUNICIPAL CORPORATON JUNAGADH, IS RUNNING DIFFERENT TYPES OF PROGRAMMES AND SCHEMES AD BELOW

# Maternal Health

# Child Health

# Routine Immunization (Mission Indradhanus,Measles Rubella)

# Nutrition

# Family Planning

# RBSK (Rastriya Bal Swasthya Karyakram)

# NVVBCP (National Vector Borne Disease Control Programme)

#I DSP (integrated Disease Surveillance Project)

હોદો

એન.યુ.એલુ.એમ.

ક્રમ એન.યુ.એલુ.એમ. યોજના ઘટકો
વહીવટી,નાણાંકીય, અન્ય, ફરજો,

ઘટક અંતર્ગતની સેવાઓ અને નાણાકીય સહાય

૧) સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ (SIMD) -સહાયક જૂથની રચના
– એરિયા લેવલ ફેદ્રેસન (ASLF)
– જૂથ દીઠ રૂ. 10,૦૦૦/- ફરતા ભંડોળની સહાય પેટે.
18 થી ૩૫ વર્ષના યુવક/યુવતીઓને તાલીમ તથા રોજગારીનું નિર્માણ
– તાલીમર્થીઓને રૂ.૫૦૦/-કીટ વિતરણ.
મહિલા અને વિકલાંગ તાલીમર્થી ઓને પરિવહન ખર્ચ માસિક રૂ.૧૦૦૦/- સહાય પેટે.
– પ્લેસમેન્ટ બાદની સહાય મહિલા ઓને માસિક રૂ.૧૫૦૦/-૨ માસ તથા પુરુષોને માસિક રૂ.૧૫૦૦/-૧ માસ સહાય પેટે.
૧) કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારિત દ્વારા રોજગાર (ESTP)
૧) સ્વરોજગાર કાર્યકર્મ (SEP)
૨) શહેરી શેરી ફેરીયાઓને સહાય
૩) ઘરવિહોણા શહેરીજનો માટે આશ્રયની યોજના
વ્યક્તિગત લોનકેસ
– ગ્રુપલોનકેસ
– કજન બેંક લીકેજ
– શહેરી શેરી ફેરિયાઓની સર્વ
– ઘરવિહોણા શહેરીજનો માટે આશ્ર્ય
– વયાજુકી સહાય પેટે ૭% ઉપરના વ્યાજ ની રકમ સહાય .
(૧) કોશલ્યો વર્ધક તાલીમ અને રોજગાર સાથે જોડાણ (ESTP)
(૨) સ્વરોજગાર કાર્યકમ (SEP)
(૩)શહેરી શેરી ફેરિયાઓની કામગીરી (SUSV)
(૪) સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ (SMID)

પ્રકરણ ૪ – જૂનાગઢ મહાનગરપાલિકા

૪.૧ જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ નીચેની વિગતોના નિયમો વિગેરેનો દફતર માટે અમલ કરશે.

૧. જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯

૧. મહાનગરપાલીકા અધિનિયમ મુજબ કાર્યવાહી કરાય છે. આ ઉપરાંત જે ઠરાવો થયા હોય અને જેની વહીવટી અગર કાયદેસર જરૂરી મંજૂરી સરકારશ્રીએ આપી હોય તેવા ઠરાવોની નિયમોનુસાર કામગીરી કરશે. આ અંગે મુખ્ય નિયમો વિગેરે નિચે મુજબ રહેશે.

૧.બાંધકામ પ્રવ્રુતિ માટે વખતો વખત નકકી થયેલ નિતિવિષયક ઠરાવો.
૨.આરોગ્ય,સફાઈ, પાણી વિગેરે માટે સરકારશ્રી દ્વારા ફરમાવાયેલ હુકમો – પરિપત્રો વિગેરે
3.જુદી જુદી યોજનાના નિયમો
૪.ચૂંટણી અંગેના નિયમો વિગેરે

૨. દસ્તાવેજો જૂદા જૂદા પ્રકારના દાખલા જેમ કે જન્મ મરણનો દાખલો, બાંધકામ મંજૂરી, ટેન્ડર નોટિસ, સહાય માટેની અરજીઓ,મતદારયાદીમાં નામ દાખલ કરાવવા – સુધારાના – કમીના ફોમર્સ જકાત પહોંચ જકાત રીફંડના હુકમો ઘરવેરા આકારણી ફોર્મ દુકાન નો / વેપાર કરવા નોંધણી પરવાનો વિગેરે પ્રકારના દસ્તાવેજો રહેશે.

૩. ઉપરોકત પૈકી જે જાહેર દફતર તરીકે વર્ગીક્રુત થયા હોય તેની નકલ મહાનગરપાલિકા કચેરી, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદચોક, જુનાગઢ ખાતે થી મળશે. ટેલીફોન નં. ૨૬૨૨૦૧૧

ફી અંગે. જૂદા જૂદા દસ્તાવેજ / કાગળો વિગેરે માટે ફી અલગ અલગ નકકી કરેલા દરે લેવામાં આવે છે.

પ્રકરણ ૫ – ( નિયમ મુજબ ) નિતી ઘડતર માટે

ઉપરોકત પૈકી જે જાહેર દફતર તરીકે વર્ગીક્રુત થયા હોય તેની નકલ મહાનગરપાલિકા કચેરી, સ્વામી વિવેકાનંદ ભવન, આઝાદચોક, જુનાગઢ ખાતે થી મળશે. ટેલીફોન નં. ૦૨૮૫ ૨૬૨૨૦૧૧ ફી અંગે. જૂદા જૂદા દસ્તાવેજ / કાગળો વિગેરે માટે ફી અલગ અલગ નકકી કરેલા દરે લેવામાં આવે છે.

દસ્તાવેજો જૂદા જૂદા પ્રકારના દાખલા જેમ કે જન્મ મરણનો દાખલો, બાંધકામ મંજૂરી, ટેન્ડર નોટીસ, સહાય માટેની અરજીઓ, મતદારયાદીમાં નામ દાખલ કરાવવા – સુધારાના – કમીના ફોમર્સ જકાત પહોંચ જકાત રીફંડના હુકમો ઘરવેરા આકારણી ફોર્મ દુકાનનો / વેપાર કરવા નોંધણી કરવાનો વિગેરે પ્રકારના દસ્તાવેજો રહેશે.

પ્રકરણ ૬ – અગત્યના દસ્તાવેજો કે જેની નકલની જાહેર જનતાને જરૂર પડે છે. તેની વિગતો

 

ક્રમ

દસ્તાવેજોની કક્ષા

દસ્તાવેજોનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ

દસ્તાવેજ મેળવવાની કાર્યપધ્ધતી

નિચેની વ્યકિતઓ પાસે છે. તેના નિયંત્રણમાં છે.

૧.

પ્રમાણપત્ર

જન્મ – મરણ

અરજી થી

સબ રજીસ્ટ્રાર જન્મ – મરણ મહાનગરપાલીકા જૂનાગઢ

૨.

પરવાનો 

ખાધપદાર્થ રાખવા / વેચવા / બનાવવાનો પરવાનો

અરજી થી

ફુડ સેફટી ઓફિસર મહાનગરપાલીકા જૂનાગઢ
૩.
સહાય

નમૂના મુજબનુ અરજી ફોમ

અરજી થી પ્રોજેકટ ઓફિસર

મહાનગરપાલીકા જૂનાગઢ

૪.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા

મહાનગરપાલિકાનું તંત્ર લોકોની જરૂરીયાતને ધ્યાનમાં
રાખી કામ કરે તે માટે કાયદાકાનૂનની મર્યાદામાં રહી
કામ કરવુ તે મુખ્ય ભુમિકા છે.

૫.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનુ બંધારણ

હાલ ૨૦ વોર્ડના ૬૦ સભ્ય છે જે.જી.પી.એમ.સી  એકટ અનુસાર નુ છે અને તેને કાયદાનું બંધારણ લાગુ પડે છે.
૬.

માન્યતા પ્રાપ્ત સંસ્થાના વડા

મેયર શ્રી – મહાનગરપાલિકા, જૂનાગઢ

૭.

મુખ્ય વહીવટી અધિકારી

કમિશનરશ્રી – મહાનગરપાલીકા જૂનાગઢ

૮.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની મુખ્ય કચેરી અને શાખા

મુખ્ય કચેરી શહેરની મધ્યમાં આવેલ છે તેમજ ત્રણ ઝોનલ કચેરી કાર્યરત છે.

૯.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોની સંખ્યા

દર બે માસે એક જરૂરીયાત મુજબ ટુંકી નોટીસે ગમે ત્યારે વધારાની બેઠકો બોલાવી શકાય છે.

૧૦.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોમાં જનતા ભાગ લઇ શકે છે?

દરેક સભ્યને વરાડે પાસ જોગવાઈ  છે. તે પાસ હોય તો ભાગ લઇ શકે છે. હાલ, પરંતુ કોઇ ખાસ કિસ્સા કે સંજોગોમાં પરિસ્થિતી અનુસાર આ અંગે નિયમ કરવાની સતા સભાના અધ્યક્ષશ્રીને છે.

૧૧.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?

હાલ, સેક્રેટરી શ્રી  મારફત, કાર્યનોંધ અને ઠરાવો તૈયાર કરવામાં આવે છે.

૧૨.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે?  જો હોય તો તે મોકલવાની  પધ્ધતિ.

ના  પરંતુ તે જોવા માટે અરજી કરવાની રહે છે. જે ઉપર રૂ.૧૦/- ભરી નિયમ મુજબ યોગ્ય જણાયતો અધ્યક્ષશ્રીની  મંજૂરી સુધીની કાર્યવાહી બાદ તે જોવાની મંજૂરી અપાય છે.

પ્રકરણ ૭ – જાહેર તંત્રને ભાગ તરીકે રચાયેલી બોર્ડ – પરિષદ – સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક

૧.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનુ નામ અને સરનામુ

મહાનગરપાલિકા જૂનાગઢ
૨.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો પ્રકાર

સ્વાયત સંસ્થા

૩.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનો ટુંક પરિચય

વર્ષ ૨૦૦૨ માં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો બાદ, વર્ષ ૨૦૦૪ માં આજૂ બાજૂની પંચાયત, નગરપંચાયત ને આ મહાનગરપાલિકાના વિસ્તારમાં
ભેળવવામાં આવેલ છે.
મુખ્ય પ્રવુતિ – ઉદેશ્ય પ્રકરણ – ૨ માં આપેલ છે. (તે જોવા વિનંતી)

૪. માન્યતા પ્રાપ્ત સંસ્થાની ભૂમિકા

મહાનગરપાલિકાનું તંત્ર લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી કામ કરે તે માટે કાયદાકાનૂનની મર્યાદામાં રહી કામ કરવુ તે મુખ્ય ભુમિકા છે.

૫.

માન્યતા પ્રાપ્ત સંસ્થાનું બંધારણ

હાલ ૨૦ વોર્ડના ૬૦ સભ્ય છે. જે બી. પી. એમ. સી. એકટ અનુસાર નુ છે. અને તેને કાયદાનું બંધારણ લાગુ પડે છે.

૬. માન્યતા પ્રાપ્ત સંસ્થાના વડા

મેયર શ્રી – મહાનગરપાલિકા જૂનાગઢ

૭.

મુખ્ય વહીવટી અધીકારીશ્રી

કમિશનરશ્રી મહાનગરપાલિકા જુનાગઢ

૮.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની મુખ્ય કચેરી અને શાખા

મુખ્ય કચેરી શહેરની મધ્યમાં આવેલ છે તેમજ ત્રણ ઝોનલ કચેરી કાર્યરત છે.

૯.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોની સંખ્યા

દર બે માસે એક જરૂરીયાત મુજબ ટુંકી નોટીસે ગમે ત્યારે વધારાની બેઠકો બોલાવી શકાય છે.

૧૦.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોમાં જનતા ભાગ લઈ શકે છે?

દરેક સભ્યને વરડે પાસ અપાય છે. તે પાસ હોય તો ભાગ લઈ શકે છે. હા, પરંતુ કોઈ ખાસ અંગે નિયમ કરવાની સતા અધ્યક્ષશ્રીને છે.

૧૧.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની બેઠકોની કાર્યનોંધ તૈયાર કરવામાં આવે છે?

હા, સેક્રેટરીશ્રી મારફત કાર્યનોંધ અને ઠરાવો તૈયાર કરવામાં આવે છે

૧૨.

માન્યતા પ્રાપ્ત સંસ્થાની કાર્યનોંધ જનતાને ઉપલબ્ધ છે? જો હોય તો તે મેળવવાની પધ્ધતિ

ના, પરંતુ તે જોવા માટે અરજી કરવાની મંજૂરી સુધીની કાર્યવાહી બાદ તે જોવા

પ્રકરણ ૮ – (નિયમ સંગ્રહ – ૭) સરકારી માહિતી અધિકારીઓના નામ, હોદ્દા, અને અન્ય વિગતો
૮.૧ – જાહેર તંત્રના સરકારી માહિતી અધિકારીઓ, મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ અને વિભાગીય કાયદાકીય (એપેલેટ) સતાધિકારી વિશેની સંપર્ક માહિતી નીચેના નમૂનામાં આપો.
સરકારી તંત્રનુ નામઃ મહાનગરપાલિકા, જૂનાગઢ વિભાગીય એપેલેટ  સતાધિકારી
ક્રમ

શાખા

મદદનીશ જાહેર માહિતી અધિકારી ક્લાર્ક

જાહેર માહિતી અધિકારી

એપલેટ ઓથોરીટી

બાંધકામ શખા તથા તેની આવતી તમામ શાખા શ્રી ચેતન ભટ જુ.ક્લાર્ક
શ્રી દીપકભાઈ ડોલીસીયા,જુ.કલાર્ક
શ્રી ખુશાલભાઈ જેઠવાની જુ.કલાર્ક
કાર્યપાલન ઇજનેરશ્રી(બાંધકામ ) નાયબ કમિશ્નર શ્રી
ઓડીટ શાખા શ્રી નીરવ કંટારીયા ચીફ ઓડીટર શ્રી નાયબ કમિશ્નર શ્રી
ટાઉન પ્લાનીગ શાખા શ્રી એમ.કે.પંડયા,ચીફ સર્વયર
શ્રી વિપુલ કોરાટ,ઓવરશીયર
કાર્યપાલન ઇજનેરશ્રી નાયબ કમિશ્નર શ્રી
પી.આર .ઓ.શાખા શ્રી રાજેશભાઈ પુરોહિત જનસંપર્ક અધિકારી નાયબ કમિશ્નર શ્રી
વોટર વર્કસ શાખા શ્રી ભાવેશ મહેર,આસી.અજ. કાર્યપાલન ઈ જનેર શ્રી(વો.વર્કસ) નાયબ કમિશ્નર શ્રી
સ્ટટલાઈટ શાખા શ્રી જેન્તીભાઈ પરમાર ,જુ કલાર્ક
શ્રી દિનેશભાઈ વ્યાસ ,જુ.ક્લાર્ક
સ્ટટલાઈટ ઇજનેરશ્રી નાયબ કમિશ્નર શ્રી
યુ.સી.ડી. શાખા /મિશન મંગલમ/
જી.યુ.એલ.એમ.
શ્રી કાજલબેન કનેરિયા, મેનેજર, શ્રી નિશાબેન ધાધલ,મેનેજર પ્રોજેકટ ઓફિસર શ્રી નાયબ કમિશ્નર શ્રી
૮. ગ્રાન્ટ શાખા શ્રી રાજુભાઈ કુછઠીયા
શ્રી હિતેશભાઈ વામજા
શ્રી ભાવિનભાઈ મણવર
શ્રી ભાવેશભાઈ મેર
કાર્યપાલક ઈજનેર શ્રી(બાંધકામ )
કાર્યપાલક ઈજનેર શ્રી(બાંધકામ )
કાર્યપાલક ઈજનેર શ્રી(બાંધકામ )
કાર્યપાલક ઈજનેર શ્રી(વો.વર્કસ )
નાયબ કમિશ્નર શ્રી
નરસિંહ વિદ્યા મંદિર શાળા પ્રીન્સીપાલશ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૦ ચુંટણી શાખા શ્રી ઇકબાલ એચ.સીડા,જુ,ક્લાર્ક આસી .કમિશ્નર શ્રી (વ) નાયબ કમિશ્નર શ્રી
૧૧ સેકેટરી શાખા શ્રી ભરતભાઈ વૈષ્ણવ,જુ.કલાર્ક સેકેટરી શ્રી નાયબ કામીશ્નાર શ્રી
૧૨ રેવન્યુ ટેક્સ શાખા શ્રી ગીરાબેન જોષી જુ.ક્લાર્ક
શ્રી નીલેશભાઈ ઉપાધ્યાય,જુ.ક્લાર્ક
રેવન્યુ ટેક્સ સુપ્રી.શ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૩ ઘરવેરા શાખા શ્રી મુકેશભાઈ ભટ્ટી,જુ.ક્લાર્ક
શ્રી ભાવિન રૂપાપરા ,જુ.ક્લાર્ક
શ્રી માનસ વ્યાસ , જુ.કલાર્ક
ઘરવેરા સુપ્રી.શ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૪ વ્યવસાયવેરા શાખા શ્રી રાજેશીભાઈ ઓડેદરા વ્યવસાયવેરા અધિકારીશ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૫ કમ્પ્યુટર શાખા શ્રી મેહુલ પી બાલસ ઈ..ડી.પી. મેનેજર ઓફીસ. સુપિશ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૬ વાહન શાખા શ્રી મ.સાજદ.મ.મુનીર મુન્સી,જુ.ક્લાર્ક વાહનવ્યવહાર અધિકારી નાયબ કમિશ્નર શ્રી
૧૭ તમામ ઝોનલ ઓફીસર શ્રી ભીમાભાઇ દિવરાણીયા
શ્રી દિલીપભાઈ ડાંગર
શ્રી હરેશભાઈ સોલંકી ઝોનલ ઓફિસર
ઝોનલ ઓફિસર
આસી.કમિશ્નર (ટેક્સ )શ્રી નાયબ કમિશ્નર શ્રી
૧૮ ફાયર શાખા શ્રી કેઝાદ દસ્તુર ફાયર સુપ્રીટેન્ડન્ટ આસી.કમિશ્નર(ટેકસ)શ્રી નાયબ કમિશ્નરશ્રી
૧૯ હેલ્થ(સેનિટેશન વિભાગ)
ગટર ,સફાઈ ,બાગ,બગીચા
કેટલ પાઉન્ડ
વિશાલ પંડયા
શ્રી ડો.રાહુલ વાણીયા, વેટરનરી ડોક્ટર
મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ
(આરોગ્ય)
હેલ્થ(સેનિટેશન વિભાગ)
ગટર ,સફાઈ ,બાગ
બગીચા
૨૦ હેલ્થ મેડીકલ અર્બન હેલ્થ /કુટુંબ કલ્યાણ/આર.બી.એસ/જન્મ મરણ /લગ્ન નોધણી શ્રી જતેન્દ્રભાઈ ચૌહાણ
ફાઈનાન્સ ઓફિસર
શ્રી સંજીવ મહેતા
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ(આરોગ્ય ) નાયબ કમિશ્નર શ્રી
૨૧ ફૂક શાખા શ્રી ઉદયભાઈ નંદાણીયા
ફૂડ સેફટી ઓફિસર
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ(આરોગ્ય ) નાયબ કમિશ્નર શ્રી
૨૨ શોપ શાખા શ્રી રાજેશભાઈ પરમાર ,જુ.કલાર્ક શોપ ઇન્સ્પેકટર શ્રી નાયબ કમિશ્નર શ્રી
૨૩ એકાઉન્ટ શખા શ્રી બલભદ્રસિહ રાણા ,ટ્રેઝરર
શ્રી કિશોરભાઈ મિયાત્રા, જુ.ક્લાર્ક
એકાઉન્ટન્ટ શ્રી નાયબ કમિશ્નરશ્રી
૨૪ મહેકમ શાખા શ્રી ગનુભાઈ જાડેજા મહેકમ અધિકારી શ્રી નાયબ કમિશ્નર શ્રી
૨૫ લીગલ શાખા શ્રી વિજયભાઈ લાલવાણી જુ.ક્લાર્ક લીગલ અધિકારી શ્રી નાયબ કમિશ્નર શ્રી
૨૬ લેબર શાખા શ્રી વિનસભાઈ પાટડીયા જુ.ક્લાર્ક લેબર કલાર્ક નાયબ કમિશ્નરશ્રી
૨૭ એડીએમ શાખા શ્રી જે.જે.દેવાણી, જુ.કલાર્ક
શ્રી નરેન્દભાઈજોષી, જુ.ક્લાર્ક
ઓફીસસુપ્રીટેન્ડન્ટ શ્રી નાયબ કમિશ્નર શ્રી
૨૮ સ્ટોર શાખા શ્રી સતીષભાઈ રાછદિયા , જુ.ક્લાર્ક સ્ટોર કીપરશ્રી નાયબ કમિશ્નર શ્રી

પ્રકરણ ૯ – જૂદા જૂદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટેની તથા અગત્યની બાબતો માટે કોઇ ખાસ નિર્ણય

(૧) જી.પી.એમ.સી.એકટ ની જોગવાઇઓ

(૨) પદાધિકારી તેમજ જાહેર જનતાએ કરેલ રજુઆત અન્વયે જો તે કામ કે સેવા મહાનગરપાલીકાના ફરજીયાત કે મરજીયાત કાર્યક્ષેત્રમાં આવતા હોય તો તે અંગે તપાસ તજવીજ તથા થનાર ખર્ચ સાથે પેટા સમિતીમાં અને બાદ સ્થાયી સમિતીમાં મુકવામાં આવે છે. સ્થાયી સમિતી ઠરાવ કરે તો સામાન્ય સભામાં મૂકાય છે. બાદ સામાન્ય સભાના ઠરાવ કરે ત્યારે તેનું અમલીકરણ કરવા વહીવટી હુકમ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવે છે.

(૩) રાજ્ય / કેન્દ્ર સરકારની યોજનાઓ અન્વયે પણ ઉપર મુદ્દા નં.૨ મુજબ નિર્ણય અને કામગીરી થાય છે.
નિર્ણય જનતા સુધી પહોંચાડવો તેવો કોઇ ખાસ નિયમ નથી. પરંતુ સામાન્ય રીતે નિર્ણયો સામાન્ય સભામાં થાય છે.
નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે તે શાખાના કર્મચારી તથા અધિકારીઓનાં મંતવ્યો લેવાય છે. જેઓનો સંપર્ક તેઓની કચેરીમાં થઇ શકે છે.
નિર્ણય લેનાર અંતિમ સતાધિકારી તરીકે મહાનગરપાલિકાની સામાન્ય સભા છે. નિર્ણય સામે અસંતોષ થયે અપીલ સરકાર શ્રી ના શહેરી વિકાસ વિભાગ માં કરી શકાય છે.

પ્રકરણ ૧૦ જૂદી જૂદી યોજનાઓ અન્વયે જૂદી જૂદી પ્રવૂતિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી નીચે ના નમૂના માં આપો ( વર્ષ 2017 – 2018)

યુ.સી.ડી :-

ક્રમ

યોજનાનું નામ /સદર

પ્રવૂતિ

પ્રવૂતિ શરૂ કર્યા તારીખ

પ્રવૂતિના અંત ની અંદાજેલ તારીખ

સૂચિત થયેલ રકમ

મંજૂર થયેલ રકમ

છુટી કરેલ /ચૂકવેલ (હપ્તાની સંખ્યા)

છેલ્લા વર્ષનું ખરેખર ખર્ચ

કાર્યની ગુણવતા માટે સંપૂર્ણ

પ્રોજેકટ ઓફિસર

ક્રમ

સદર

સૂચિત અંદાજ

મુંજુર થયેલ અંદાજ પત્ર

છુટી કરેલ ચૂકવેલ રકમ હપ્તાની સંખ્યા

કુલ ખર્ચ

પ્રકરણ ૧૧ જૂદી જૂદી યોજનાઓ અન્વયે જૂદી જૂદી પ્રવૂતિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી નીચે ના નમૂના માં આપો ( વર્ષ 2017-18)

સુવર્ણ જયંતી રોજગાર બેંકબલ :-

ક્રમ

યોજનાનું નામ / સદર

પ્રવૂતિ

પ્રવૂતિ શરૂ કર્યા તારીખ

પ્રવૂતિના અંત ની અંદાજેલ તારીખ

સૂચિત થયેલ રકમ

મંજૂર થયેલ રકમ

છુટી કરેલ /ચૂકવેલ (હપ્તાની સંખ્યા)

છેલ્લા વર્ષનું ખરેખર ખર્ચ

કાર્યની ગુણવતા માટે સંપૂર્ણ કામગીરી માટે જવાબદાર અધિકારી

સુવર્ણ જયંતી શહેરી રોજગાર એસ. જે. એસ. એચ. વાય.

9

1/12/97

30/06/2014

0

4216

0

1621

પ્રોજેકટ ઓફિસર

બચત મંડળ 10 200000

ક્રમ

સદર

સૂચિત અંદાજ

મુંજુર થયેલ અંદાજ પત્ર

છુટી કરેલ ચૂકવેલ રકમ હપ્તાની સંખ્યા

કુલ ખર્ચ

ડી-૬

30,00,000/-

30,00,000/-

631132/-

પ્રકરણ ૧૨ – સહાયકીય કાર્યક્રમો ના અમલ અંગેની પધ્ધ્તી

૧૩.૧ – નીચેના નમૂના મુજબ માહિતી.

૧.

કાર્યક્રમ યોજનાનું નામ

૧.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

૨.

કાર્યક્રમ યોજનાનો સમય ગાળો

૨.

સરકારશ્રીના અન્ય આદેશ સુધી

૩.

કાર્યક્રમનો ઉદેશ.

૩.

કુટુંબ ઉપર આવેલી આફતમાં આર્થીક મદદ

૪.

કાર્યક્રમનો ભૌતિક તથા નાણાંકિય લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)

૪.

નિયત કરેલ નથી.

 

 

૫.

લાભાર્થીની પાપ્રતા

૫.

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો

૬.

લાભ અંગેની પૂર્વ જરૂરીયાતો

૬.

વિધવા બહેનોને લાભ મળે છે.

૭.

કાર્યક્રમનો લાભ લેવાની પધ્ધતિ

૭.

નિયત સ્કીમ મુજબ

૮.

પાત્રતા નક્કી કરવા અગેના માપદંડો ?

૮.

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો

૯.

કાર્યક્રમમાં સામેલ લાભની વિગતો (સહાયકીય રકમ અથવા આપવા માં અન્ય મદદ પણ દર્શાવવી)

૯.

લાભાર્થી દિઠ રૂ.- ૧૦,૦૦૦/-

૧૦.

સહાયકીય વીતરણની કાર્ય પધ્ધતિ

૧૦.

એકાઉન્ટ પે ચેક થી  સહાયનો ચુકાદો કરવામાં આવે છે.

૧૧.

અરજી કર્યા કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.

૧૧.

શહેર સામુહિક વિકાસ યોજના મહાનગરપાલિકા, જૂનાગઢ પ્રોજેકટ ઓફિસર

૧૨.

અરજી ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૨.

ના

૧૩.

અન્ય ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૩.

ના

૧૪.

અરજી પત્રકનો નમુનો (લાગુ પડતુ હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શુ શુ દર્શાવવુ તેનો ઉલ્લેખ કરવો.

૧૪.

નિયત નમૂનો છે.

૧૫.

બિડાણની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)

૧૫.

મરણનો દાખલો ઉમરના આધારો રહેણાંકના આધારો વિગેરે.

૧૬.

બિડાણનો નમુનો

૧૬.

ઉપર મુજબ

૧૭

પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કર્યા સંપર્ક કરવો.

૧૭

શહેર સામુહિક વિકાસ યોજના, મહાનગરપાલિકા, જૂનાગઢ

૧૮.

ઉપલબ્ધ નિધીની વિગતો (જીલ્લા કક્ષા, ઘટક કક્ષા, વિગેરે જેવા વિવિધ સ્તરોએ)

૧૮.

મહાનગરપાલિકા, જૂનાગઢ

૧૯. નીચેના નમૂના માં લાભાર્થીઓની યાદી.

ક્રમ

લાભાર્થીનુ નામ લાભાર્થી ની સંખ્યા

સહાયકીય ની રકમ

માતા / પિતા વાલી

પસંદગીનો માપદંડ

સરનામા

જીલ્લો

શહેર

નગર / ગામી

ઘર નં.

૧.

૬૮

૬,૮૦,૦૦૦/-

ગરીબી હેઠળ જીવતા લોકો

 

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

પ્રકરણ ૧૩ – જૂદી જૂદી યોજનાઓ અન્વયે જૂદી જૂદી પ્રવૂતિઓ માટે અંદાજપત્રોની વિગતોની માહિતી વર્ષ ૨૦૦૯ -૧૦

૧૨.૧ – નીચેના નમૂના મુજબ માહિતી.

૧.

કાર્યક્રમ યોજનાનું નામ

૧.

ડે. એન. યુ. એલ. એમ. યોજના

૨.

કાર્યક્રમ યોજનાનો સમય ગાળો

૨.

તા ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૩ થી યોજના અમલમાં છે

૩.

કાર્યક્રમનો ઉદેશ.

૩.

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ગરીબી માટેની સંસ્થાઓ મારફત તેમની આજીવીકાઓમાં ટકાઉ ધોરણે ઉલ્લેખનીય સુધારમાં પરિણમે તેવી ઉપજાઉ સ્વ રોજગાર અને આવક આપતી કૌશલ્ય રોજગાર મહેનતાણાની તકો પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવીને ગરીબ શહેરી કુટુંબની ગરીબી અને આર્થિક પ્રાવલંબન ઘટાડવાનો ધ્યેય ધરાવે છે.

૪.

કાર્યક્રમનો ભૌતિક તથા નાણાંકિય લક્ષ્યાંક 

૪.

ભૌતિક લક્ષ્યાંક

૧) સામાજિક ગતિશીલતા અને સંસ્થ્કીય વિકાસ – ૪૧

૨) સ્વરોજગાર કાર્યક્રમ – ૨૯

૩) કૌશ્લયવર્ધક તાલીમ દ્વારા રોજગાર – ૧૫૦

 

 

૫.

લાભાર્થીની પાપ્રતા

૫.

૧) સામાજિક ગતિશીલતા અને સંસ્થાકીય વિકાસ – બી.પી.એલ. કાર્ડ ધારક ,અન્ત્યોદય કુપન અમૃતમ યોજનામાં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કુટુંબોના ૧૮ થી ૫૦ વર્ષ ના બહેનો સ્વસહાય જૂથ માં જોડાઈ શકે છે.

૨) સ્વરોજગાર કાર્યક્રમ – બી.પી.એલ. કાર્ડ ધારક ,અન્ત્યોદય કુપન અમૃતમ યોજનામાં વાત્સલ્ય કાર્ડ ધરાવતા તથા બેંકો વડાપ્રધાન મુદ્રા યોજના અથવા એવી અન્ય કોઈપણ યોજનાની માર્ગદર્શક સૂચનાઓ મુજબ સબંધિત દસ્તાવેજો ના આધરે શહેરી ગરીબી લાભાર્થીઓ લાભ લઇ શકશે. ૧૮ થી ૫૦ વર્ષ સુધીના લાભાર્થીઓ સ્વરોજગાર કાર્યક્રમનો લાભ લઇ શકે છે.

૩) કૌશલ્યવર્ધક તાલીમ દ્રારા રોજગાર- બી.પી.એલ. કાર્ડ ધારક ,અંન્ત્યોદય કુપન,અમૃતમ યોજના, મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા કુટુંબોના ૧૮થી ૩૫ વર્ષના વય મર્યાદાના યુવક /યુવતીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવામા આવે છે.

૬.

લાભ અંગેની પૂર્વ જરૂરીયાતો

૬.

પહેલા ડે. એન.યુ.એલ.એમ યોજનામા લાભ લીધેલ ન હોય તેવા લાભાર્થીઓ

૭.

કાર્યક્રમનો લાભ લેવાની પધ્ધતિ

૭.

નિયત નમુનામા ફોર્મ  ભરી શાખામા રજુ કરવુ

૮.

પાત્રતા નક્કી કરવા અગેના માપદંડો ?

૮.

અરજી ફોર્મ સાથે સામેલ છે.

 

૯.

કાર્યક્રમમાં સામેલ લાભની વિગતો (સહાયકીય રકમ અથવા આપવા માં અન્ય મદદ પણ દર્શાવવી)

૯.

    (૧) સામાજીક ગતીસીલતા અને સંસ્થાકીય વિકાસ –અંતર્ગત રીવોલ્વીગ ફંડ્ની સહાય જુથને રૂ! ૧૦૦૦૦

   ૨) સ્વરોજગાર કાર્યક્રમ-અંતગત ૭% ના વ્યાજ્દરે વ્યાજુકી સહાય (વ્યાજ સબસીડી)

૩)  કૌશલ્યવર્ધક તાલીમ દ્રારા રોજગાર-તાલીમ અને પોતાના સ્વરોજદાર ઉભા કરી શકે અથવા વેતન પાત્ર રોજગારી

૧૦.

સહાયકીય વીતરણની કાર્ય પધ્ધતિ

૧૦.

સરકારના નિયમ મુજબ

૧૧.

અરજી કર્યા કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.

૧૧.

ડે એન.યુ.એલ.એમ યોજન યુ.સી.ડી શાખા મહાનગરપાલીકા જુનાગઢ ,

૧૨.

અરજી ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૨.

અરજી ફી લેવામા આવતી નથી

૧૩.

અન્ય ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૩.

ફી લેવામા આવતી નથી

૧૪.

અરજી પત્રકનો નમુનો (લાગુ પડતુ હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શુ શુ દર્શાવવુ તેનો ઉલ્લેખ કરવો.

૧૪.

આ સાથે સામેલ છે. 

૧૫.

બિડાણની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)

૧૫.

ઉપરોક્ત મુજબ આધાર પુરવા

૧૬.

બિડાણનો નમુનો

૧૬.

અરજી ફોર્મ મુજબ

૧૭

પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કર્યા સંપર્ક કરવો.

૧૭

ડે એન.યુ.એલ.એમ યોજન યુ.સી.ડી શાખા મહાનગરપાલીકા જુનાગઢ

૧૮.

ઉપલબ્ધ નિધીની વિગતો (જીલ્લા કક્ષા, ઘટક કક્ષા, વિગેરે જેવા વિવિધ સ્તરોએ)

૧૮.

મહાનગરપાલીકા જુનાગઢ

૧૯. નીચેના નમૂના માં લાભાર્થીઓની યાદી.

 

ક્રમ

ઘટકનુ  નામ /સંખ્યા

સહાયકીય ની રકમ

માતા / પિતા વાલી

પસંદગીનો માપદંડ

સરનામા

જીલ્લો

શહેર

નગર / ગામી

ઘર નં.

૧.

એસ.એમ.આઇ.ડી સ્વસહાય જુથની સંખ્યા

રીવોલ્વીંગ ફંડ-આપેલ મંડળની સંખ્યા-૮૧ રકમ-૮,૧૦,૦૦૦

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

.

સ્વરોજગાર  કાર્યક્રમ વ્યાજુકી સહાય લાભાર્થી-૮૨

રકમ-૧૭૬૧૮૧

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

કૌશલ્યવર્ધક તાલીમ અને રોજગાર  લાભાર્થી તાલીમ લીધેલ-૩૦૧

સર્ટીફાઇડ-૨૦૫

પ્લેસમેન્ટ-૧૦૭  

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

શહેરી શેરી ફેરીયાઓના સર્વે પૂર્ણ થઇ ગયેલ છે, આઇકાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી તથા હોકર્સ ઝોન બનાવવા અંગેની કામગીરી પ્રગતીમાં છે.
શહેરી ઘરવિહોણા આશ્રય સ્થાન યોજના અંતર્ગત મહિલા તથા બાળકો માટે આશ્રય સ્થાન તથા પુરૂષૉ માટે આશ્રય સ્થાન કાર્યરત છે.

 

ક્રમ સદર સુચિત અંદાજપત્ર મંજુર થયેલ અંદાજ પત્ર છુટી કરેલ ચુકવેલ હપ્તાની સંખ્યા કુલ ખર્ચ
જી-૨ ૧,૦૦,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦,૦૦૦ ૩૫,૩૬,૬૨૧

પ્રકરણ – ૧૪ – સહાયકી કાર્યક્રમો ના અમલ અંગેની પધ્ધતિ

૧૩.૧ – નીચેના નમૂના મુજબ માહિતી.

૧.

કાર્યક્રમ યોજનાનું નામ

૧.

સુર્વણ જંયતી શહેરી રોજગાર યોજના

૨.

કાર્યક્રમ યોજનાનો સમય ગાળો

૨.

૩.

કાર્યક્રમનો ઉદેશ

૩.

ગરીબી રેખા નીચે જીવતા કુંટુબને પગભર કરવા

૪.

કાર્યક્રમનો ભૌતિક તથા નાણાંકિય લક્ષ્યાંક

૪.

૧૦૩૨ ભૌતિક રૂ. ૯,૦૦,૦૦૦/- નાણાંકિય

 

 

૫.

લાભાર્થીની પાપ્રતા

૫.

૧.

૨.

૩.

૪.

 

 

૫.

 

 

ગરીબી રેખા હેઠળ જીવતા લોકો

ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ

૯ ધો સુધી અભ્યાસ

ઓછા માં ઓછો ત્રણ વર્ષનો શહેરનો રહેવાસી
હોવો જોઈએ

લાભાર્થી ગરીબી રેખાનીચે જીવતા કુંટુબની વ્યખ્યામાં આવતા હોવા જોઈએ

 

 

કોઈ પણ રાષ્ટ્રીય કૂત બેંક / સહકારી બેંક / અથવા
નાણાંકિય સંસ્થા નો મુદત વિતી બાકીદાર હોવો જોઈએ નહી.

૬.

લાભ અંગેની પૂર્વ જરૂરીયાતો

૬.

અનુભવનું પ્રમાણ પત્ર

૭.

કાર્યક્રમનો લાભ લેવાની પધ્ધતિ

૭.

જે તે ધંધાનો જાણકાર લાભાર્થી લાભ લઈ શકે છે

૮.

પાત્રતા નક્કી કરવા અગેના માપદંડો ?

૮.

અરજી ફોર્મ સામેલ

૯.

કાર્યક્રમ માં સામેલ લાભની વિગતો (સહાયકીય રકમ અથવા આપવા માં અન્ય મદદ પણ દર્શાવવી)

૯.

૧. .સ્વરોજગાર બેંકેબલ લોન સબસીડી

૨. તાલીમ

૩. વેતન રોજગાર

૧૦.

સહાયકીય વીતરણની કાર્ય પધ્ધતિ

૧૦.

સરકારના નીયમ મુજબ

૧૧.

અરજી કર્યા કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો.

૧૧.

શહેર સામુહિક વિકાસ યોજના મહાનગરપાલિકા, જૂનાગઢ

૧૨.

અરજી ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૨.

અરજી ફી લેવામાં આવતી નથી.

૧૩.

અન્ય ફી (લાગુ પડતુ હોય ત્યાં)

૧૩.

ફી લેવામાં આવતી નથી.

૧૪.

અરજી પત્રકનો નમુનો (લાગુ પડતુ હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજદારે અરજીમાં શુ શુ દર્શાવવુ તેનો ઉલ્લેખ કરવો.

૧૪.

આ સાથે સામેલ છે.

૧૫.

બિડાણની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)

૧૫.

ઉપરોકત મુજબના આધાર – પુરાવાઓ

૧૬.

બિડાણનો નમુનો

૧૬.

અરજી ફોર્મ મુજબ

૧૭

પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કર્યા સંપર્ક કરવો.

૧૭

શહેર સામુહિક વિકાસ યોજના, મહાનગરપાલિકા, જૂનાગઢ

૧૮.

ઉપલબ્ધ નિધીની વિગતો (જીલ્લા કક્ષા, ઘટક કક્ષા, વિગેરે જેવા વિવિધ સ્તરોએ)

૧૮.

મહાનગરપાલિકા, જૂનાગઢ

૧૯. નીચેના નમૂના માં લાભાર્થીઓની યાદી.

ક્રમ

લાભાર્થીનુ નામ
લાભાર્થી ની સંખ્યા

સહાયકીય ની રકમ

માતા / પિતા વાલી

પસંદગીનો માપદંડ

સરનામા

જીલ્લો

શહેર

નગર / ગામી

ઘર નં.

૧.

૯૯

૨૫૬૧૪૭૫

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢ

૨.

૯૯

૨૫૬૧૪૭૫

પ્રકરણ ૧૫ – તેને આપેલ રાહતો, પરમિટ કે અધિક્રુતિ મેળવનાર ની વિગતો

નીચેના નમૂના મુજબ માહિતી આપો.

૧.

કાર્યક્રમનું નામ

૨.

પ્રકાર (રાહત / પરમિટ / અધિકૃતિ)

૩.

ઉદ્દેશ

૪.

નક્કી કરેલ લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)

૫.

પાત્રતા

૬.

પાત્રતા માટેના માપદંડો

૭.

પૂર્વ જરૂરીયાતો

૮.

લાભ મેળવવાની પધ્ધતિ

૯.

રાહત / પરમિટ / અધિક્રુતની સમય મર્યાદા

૧૦.

અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)

૧૧.

અરજીનો નમૂનો (લાગુ પડતું હોય ત્યાં)

૧૨.

બિડાણોની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)

૧૩.

બિડાણોના નમૂના

નોંધ :- પ્રકરણ ૧૨ મુજબ.

પ્રકરણ ૧૬ – માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગતો

લોકોને માહિતી મળે તે માટે મહાનગરપલિકા, જુનાગઢ તરફથી હાલના તબકકે નિચેની વિગતો સાધનો, પધ્ધતિઓ અપનાવેલ છે, તથા સવલત અપાય છે.

૧. જાહેર જનતાને સંબંધિત બાબતોની વિના મુલ્યે પ્રેસનોટ તેમજ જરૂર જણાયે યોગ્ય રકમ ચુકવીને પણ જાહેરાત અગ્રણ્ય વર્તમાનપત્રોમાં અપાય છે.

૨. લોકમેળા ઓમાં, અન્ય ધાર્મિક, સામાજીક પ્રસંગોએ જ્યાં લોકો એકઠા થવાના હોય ત્યાં સ્ટોલ રાખી પાણી – આરોગ્ય – તબીબી સગવડતા વિગેરે અંગે જૂદા જૂદા વોર્ડ બેનર રાખી તેમજ યોગ્ય અધિકારી કર્મચારીને પણ હાજર રાખી માહિતી અપાય છે.

૩. કચેરીના નોટીસ બોર્ડ, જાહેર જગ્યાઓના નોટીસ બોર્ડ તથા ચોક, બજાર વિગેરે જગ્યાએ બોર્ડ મુકી જે તે સમયની જરૂરીયાત મુજબની માહિતી અપાય છે.

૪. કચેરીમાંનુ રેકર્ડ જોવા તપાસવાની સવલત આપી માહિતી મળે તેમ કરાય છે.


Comments are closed.