પીપળો (પ્રાચીન વ્રુક્ષ)

વ્રુક્ષનું નામઃ પીપળો (પ્રાચીન વ્રુક્ષ)

લોકેશનઃ પરીતળાવ, મોતીબાગ, ગુ.ક્રુ.યુનિ., જુનાગઢ.

વ્રુક્ષનું નામઃ પીપળો (પ્રાચીન વ્રુક્ષ)

જૂનાગઢની શાન એવી જૂનાગઢ ક્રુષિ યુનિવર્સિટી માં મોતીબાગ ના પરીતળાવ માં પ્રવેશતા ડાબા હાથ પર આવેલ ઓફિસની બાજુમાં સદીઓ પુરાણું પવિત્ર પીપળાનું ઝાડ આવેલ છે. વિશાળ થડ અને ગગનચુંબી ઘેરાવો ધરાવતું આ વ્રુક્ષ નિવ્રુત વૈજ્ઞાનિક શ્રી ભટ્ટ સાહેબના મંતવ્ય મુજબ આ વ્રુક્ષ અતિ પ્રચીન છે.

થડનો ઘેરાવોઃ ૨૬ ફુટ

બોટનીકલ વિગતોઃ

Botanical Name :- Ficus religiosa L.
Family :- Moraceae
Gujarati Name :- પીપળો
Hindi Name :-પીપલ
English Name :- Pipal

વર્ણન / ઔષધિય ઉપયોગોઃ

આ ઝાડ ભારત દેશ માં બધે જ જોવ મળે છે. બીજા દેશોમાં તે થતા નથી. વડ ના ઝાડ ની જેમ તેનો પણ ઘણો મોટો વિસ્તાર થાય છે. તેનો છાયડો ઠંડક આપનાર હોય છે. અનેક ગુણોવાળું આ ઝાડ ભારત માં ઘણું પવિત્ર મનાય છે. પીપળાના ઝાડ ઉપર લાખ ઉગે છે. તે રંગ ના તથા સીલ કરવાના તેમજ દવાના ઉપયોગમાં આવે છે. તેનો છાંયડો ઉનાળા માં ઘણી સારી ઠંડક આપે છે. બાળકો ની બોબડી વાણી સુધારવા તેના પાકા ફળ ખાવા આપવા. ખસ, ફોલા વગેરે ચામડી ના પરૂવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે. મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ સાથે મેળવી દિવસમાં બે ત્રણ વાર લગાવવું જોઇએ.

Pipallo (પીપળો)

Trees, 10-16 mtt. ttall, wiitth grey or greyishbllack,, rough bark. Leaves 6.5 – 30 x 5-19cm, gllabrous subcoriiaceo – us, ovate to ovate – rhomboid. Recepttaclles 0.6-0.8 cm across, sphericall, reddiish-purplle, axillary’s or on lleaflless branches, germiinatte or cllusttered ttowards ends of branches.
Throughout; wild, planted or sellf – sown as a shade tree.

RECEPTACLES: Dec-May

(“કર્ક” રાશી વાળી વ્યક્તિઓને આ વ્રુક્ષ નું જતન કરવાથી શુભ ફળ મળે તેવી ધાર્મિકતા છે.)