લોકેશનઃવેલાવડની જગ્યા, સુદર્શન તળાવ પાછળ, ભવનાથ, જુનાગઢ.
વુક્ષનું નામઃ વડ (પૌરાણિક વ્રુક્ષ)
ગરવા ગિરનાર ની ગોદ માં આવેલ સુદર્શન તળાવની પાછળ ની ગલીમાં થી પૂર્વ તરફ જતા વેલનાથ (વેલાવડ) ની અતિ પ્રચીન જગ્યા આવેલ છે. દંતકથા મુજબ વેલનાથ બાવા, ગુરૂશ્રી ભાગનાથ બાપુના સનિધ્યમાં આ જગ્યા પર વડ ના સ્થાની આસપાસ નિવાસ કરતા હતા. આજે આ વડ ૧૫ વડવાઈઓના વિશાળ સમૂહ સાથે આશરે ૨૦૦ ફુટના ઘેરાવા માં ઉભો છે. પ્રથમ દ્રષ્ટિ એ જોતા આ વડલો પુરાંતન હોવની ઝાંખી થાય છે. આ વડ આશરે ૨૦૦ વર્ષથી પણ પહેલાનો હોય તેમ જણાંય છે. ક્રૂર્ષિ વૈજ્ઞાનિક શ્રી ભટ્ટ સહેબ ના મત મુજબ જુનગઢ માં આના થી જુનો વડ જાણ માં નથી.