વ્રુક્ષનું નામઃ આંબલી (પ્રાચીન વ્રુક્ષ).
લોકેશનઃ શીતળાકુંડ મંદિર, લીબર્ટી ટોકીઝ પાછળ, જુનાગઢ.
શીતળાકુંડ અને નિલકંઠ મહદેવના મંદિર પાસે આંબલીનું વ્રુક્ષ આવેલ છે. આ વ્રુક્ષ વિશે ત્યાં નાં પૂજારી તથા માતાજીના ઉપાસક માં ધનીબેન લીલાધરભાઇ વાઘેલા ઉ. વ. ૭૫, જે વર્ષોથી માતાજી ની પૂજા કરે છે. તેમની સાથે વાત ચીત કરતા તેઓ શ્રી એ જણાવેલ કે બ્રહ્મલીન શિવગિરિ બાપુ અને જગમ બાપુ પાસે થી સાંભળેલ વાત મુજબ વર્ષો પહેલા અહી જંગલ હતું અને રાંમાંડલીક ના વખતમાં પણ આ મંદિર તથા આંબલી નું ઝાડ હતું તેમજ તેમની પાસે રહેલા તા. ૨૬/૮/૧૯૮૬ ના “જયહિન્દ દૈનિક” માં આ બાબત ની નોંધ છે.